MANTAVYA Vishesh/ ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ ધરાવતા IAS ઓફિસરઃ શાલિની અગ્રવાલ

IAS Shalini Agarwal:એક જ જિલ્લામાં ત્રણ-ત્રણ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of Records), લાખો લોકોને લાભ, જળ સંરક્ષણથી લઈને માતૃત્વ સુરક્ષા અને શિક્ષણ સુધીના નવતર પ્રયાસો

Mantavya Vishesh
એક અધિકારી, ત્રણ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ: IAS Shalini Agarwal

IAS Shalini Agarwal: ગુજરાતમાં જો ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ (Guinness Book of Records) કોઈ એક IAS ઓફિસર (IAS Officer)ના નામે હોય તો તે એક જ અધિકારી છે અને તે છે ગુજરાત કેડરના IAS ઓફિસર શાલિની અગ્રવાલ. બહુ ઓછા વહીવટી અધિકારીઓ આ પ્રકારની સિદ્ધિ મેળવી શક્યા છે. 2012માં શાલિની અગ્રવાલની પોસ્ટિંગ અરવલ્લી જિલ્લાના કલેક્ટર પદ પર કરવામાં આવી હતી. તેમણે અહીં જુન 2017માં ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ બનાવ્યા.

લોકાભિમુખ વહીવટની મિસાલ: IAS Shalini Agarwal

તેમણે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ એક જ જિલ્લામાં 1500 ગર્ભવતી મહિલાઓનો શિબિર લગાવ્યો હતો જે એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. તેના થોડા દિવસ પછી તેમણે ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને એકત્રિત કરી વિશ્વનું સૌથી મોટું મોઝેઇક બનાવ્યું. તેના પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વિશ્વનું સૌથી મોટું પ્રતીક ચિન્હ બનાવી ત્રણ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. ગિનીઝ બૂકમાં નોંધાયેલા આ ત્રણ રેકોર્ડ કરવા બદલ તેમનું વડાપ્રધાન વિશેષ સન્માન કર્યુ હતુ.

IAS Shalini Agarwal

જયપુરમાં 28 ઓક્ટોબર 1980ના રોજ IAS અધિકારી શિવકુમાર અગ્રવાલ (IAS officer Shivkumar Agarwal)ના ઘરે શાલિની અગ્રવાલ (IAS Shalini Agarwal)નો જન્મ થયો. પુત્રી પણ પિતાના નકશે કદમ પર ચાલીને આઇએએસ બની. તેણે જયપુરની ઇલેક્ટ્રિક એન્જિનીયરિંગમાં બીટેક કરીને પિતાના પગલે ચાલતા IAS કરવાનો નિર્ણય લીધો. તેના પછી તે યુપીએસસી પાસ કરી ગુજરાત કેડરના IAS અધિકારી (IAS Officer) બન્યા. તેમને દાવો છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં દાખવવી પડતી ચોકસાઈ અને ઝીણામાં ઝીણી બાબતોનું ખ્યાલ તેમને આઇએએસ અધિકારી તરીકે ઘણું ઉપયોગી નીવડ્યું છે.

IAS Shalini Agarwal

જમણી વહીવટ, વિશ્વ રેકોર્ડ: IAS Shalini Agarwalની સફળતા

ગુજરાતમાં વહીવટી અધિકારી તરીકે શાલિની અગ્રવાલે (IAS Shalini Agarwal) ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરથી કલેક્ટર સુધીની મજલ કાપી છે. હાલમાં તે સુરત મનપામાં બંછાનિધી પાની પછીના કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે ગુજરાતમાં વડોદરામાં કલેક્ટર હતા ત્યારે જળ સંરક્ષણ જેટલે એટલું જબરદસ્ત કામ કર્યુ છે કે આજે પણ વડોદરાવાસીઓ યાદ કરે છે.

IAS Shalini Agarwal

તેઓ વડોદરામાં કલેક્ટર હતા ત્યારે તેમણે જોયું કે સરકારી સ્કૂલો (Government Schools)માં પીવાના પાણીની સમસ્યા હતી. તેનો ઉકેલ લાવવા માટે તેમણે જળ સંરક્ષણ અભિયાન શરૂ કર્યુ. તેમા તે જોઈ શક્યા કે જળ સંરક્ષણ માટે સ્કૂલ દીઠ એક સિસ્ટમ લગાવવામાં આવે તો તેનો ખર્ચ ત્રણથી પાંચ લાખ રૂપિયા આવતો હતો. તેના પછી આ ખર્ચ નીચો કેવી રીતે લાવી શકાય તેના માટેની કવાયત શરૂ કરી અને એન્જિનીયરિંગ ટીમની મદદ લીધી અને તેના દ્વારા આ સિસ્ટમનો ખર્ચ છેક પ્રતિ સ્કૂલ 25 થી 35 હજારની વચ્ચે લાવ્યા.

IAS Shalini Agarwal

આ રકમ સર્વ શિક્ષા અભિયાન હેઠળ મંજૂર કરાવી, તેના પગલે વડોદરાની મોટાભાગની સરકારી સ્કૂલોમાં આજે વરસાદી પીવાના પાણીનો સંગ્રહ થાય છે. લગભગ દસ કરોડ લિટરથી પણ વધુ વરસાદી પાણીનો સંગ્રહ દર વર્ષે આ સિસ્ટમ દ્વારા થાય છે. તેના કારણે લગભગ બે લાખ વિદ્યાર્થીઓને હવે પીવાનું સ્વચ્છ પાણી સરકારી શાળામાં મળી રહે છે.

IAS Shalini Agarwal

વડોદરામાં કલેક્ટર તરીકેની કામગીરી દરમિયાન લોકોને 2019ની ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરતા તે સમયે વડોદરાએ ઐતિહાસિક મતદાન નોંધાવ્યુ હતુ. રાજ્યપાલ દેવવ્રતે તેમનું શ્રેષ્ઠ ડીઇઓ અને કલેક્ટર તરીકે સન્માન કર્યુ હતું. કોરોનાના સમયમાં પણ તેમણે સરકારી ગાઇડલાઇન્સનો ચુસ્ત રીતે અમલ કરાવીને વડોદરા જિલ્લામાં કોરોનાને અંકુશમાં રાખવામાં સફળતા મેળવી હતી.

IAS Shalini Agarwal

પોતાની વ્યક્તિગત પીડાની તેમણે વહીવટી કાર્યો પર જરા પણ અસર થવા દીધી ન હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વહીવટ લોકાભિમુખ જ હોવો જોઈએ. અધિકારીઓનું કાર્ય ફક્ત સરકારી નીતિઓનું અમલ કરવાનું નથી. તેમનું મુખ્ય કાર્ય સરકારી નીતિઓને પ્રજાભિમુખ વહીવટના માળખામાં બેસાડવાનું છે. આજે પણ તેઓ લોકાભિમુખ વહીવટના સૂત્રને ચરિતાર્થ કરતાં કામ કરી રહ્યા છે.

IAS Shalini Agarwal

આ પણ વાંચો:લગ્ન, માતૃત્વ અને કારકિર્દી સહિતના અનેક ઘોડાઓ પર સવાર IAS ઓફિસર પુષ્પલતા યાદવ

આ પણ વાંચો:તળિયાના પ્રશ્નોને ટોચના સ્તરે ઉકેલવાની કુનેહ ધરાવતા IAS અધિકારી કે એસ વસાવા

આ પણ વાંચો:સ્થાનિકો સાથે સ્થાનિક થઈ જતાં નવા યુગના IAS અધિકારી શિવાની ગોયલ