Junagadh News/ જૂનાગઢની 14 વર્ષીય જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને રચ્યો ઇતિહાસ, પહેલી ભારતીય છોકરી બની ચેમ્પિયન

ગુજરાતના જૂનાગઢની 14 વર્ષીય ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારે (Jensi Kanabar) 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક U-14 વુમન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે.

Top Stories Gujarat Breaking News
Jensi Kanabar

Junagadh News:ભારતીય ટેનિસના યુવા વિભાગમાં નવો તારો ઉભરી આવ્યો છે. જૂનાગઢ, ગુજરાતની 14 વર્ષીય જેન્સી દીપકભાઈ કાનાબારે (Jensi Kanabar) 2026 ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા-પેસિફિક એલિટ અંડર-14 વુમન્સ ટ્રોફીનું ખિતાબ જીતીને ભારતીય ટેનિસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરો સાથે નામ નોંધાવ્યું છે. તેને આ ટાઇટલ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે.

શુક્રવારે (30 જાન્યુઆરી, 2026) મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી ફાઇનલમાં જેન્સી (Jensi Kanabar)એ ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ખેલાડી મુસેમ્મા સિલેક (Musemma Cilek)ને 3-6, 6-4, 6-1થી હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો. પહેલો સેટ હાર્યા પછી અને બીજા સેટમાં 0-2થી પાછળ રહીને પણ જેન્સીએ અદ્ભુત કમબેક કર્યું. તેને શાંત રહીને લય મેળવી, આત્મવિશ્વાસ વધાર્યો અને છેલ્લા 15 ગેમમાંથી 12 જીતીને મેચ પોતાની તરફ વાળી લીધી.

જેન્સી કાનાબારે (Jensi Kanabar) મેળવી શાનદાર જીત 

જેન્સી (Jensi Kanabar)નું આખું અભિયાન અદ્ભુત રહ્યું. મેલબોર્ન પાર્કમાં રાઉન્ડ-રોબિન સ્ટેજમાં તેને ગ્રુપ-Aમાં તમામ મેચ સીધા સેટમાં જીતીને 3-0ના પરફેક્ટ રેકોર્ડ સાથે ટોપ પર રહી. નોકઆઉટ રાઉન્ડમાં તેનો આત્મવિશ્વાસ વધુ વધ્યો.તેને સેમીફાઇનલમાં જાપાનની આઓઈ યોશિદા વિરુદ્ધ 7-6(3), 6-2થી જીત મેળવી. પહેલા સેટનો ટાઇબ્રેકરમાં શાનદાર પ્રદર્શન કર્યું.એટલું જ નહીં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી સામે દૃઢ નિશ્ચય અને માનસિક મજબૂતી દર્શાવી.

જેન્સી દીપકભાઈ કાનાબાર (Jensi Kanabar)ની પુત્રી છે અને તેના પિતા જ તેના મુખ્ય કોચ પણ છે. નાની ઉંમરથી (સાડા ત્રણ વર્ષથી) ટેનિસની તાલીમ લેનાર જેન્સીએ ઝડપથી પ્રગતિ કરી છે. તેણી AITA (ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન)ની રેન્કિંગમાં ગર્લ્સ અંડર-14 અને અંડર-16 બંને કેટેગરીમાં નંબર-1 છે. 2026ની શરૂઆત સુધીમાં AITA વુમન્સ સિંગલ્સ રેન્કિંગમાં પણ સ્થાન મેળવ્યું છે.


આ પણ વાંચો:ગુજરાતનું ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદી

આ પણ વાંચો:ગુજરાતની દીકરીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયાનો જીત્યો ખિતાબ

આ પણ વાંચો:ગુજરાતની દીકરીઓ બનશે આત્મનિર્ભર, પોસ્ટલ વિભાગે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 4.50 લાખ ખાતા ખોલ્યા