Surat News: હીરાના શહેર તરીકે જાણીતું સુરત (Surat) હવે ફેશનની દુનિયામાં પણ આગળ વધી રહ્યું છે. સુરતની પહેલી છોકરીએ 22 ફેબ્રુઆરીના રોજ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા (Miss Intercontinental of India) સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો, જ્યારે તે છોકરી સુરત એરપોર્ટ પહોંચી ત્યારે તેના પરિવાર અને શહેરના નાગરિકોએ ખૂબ જ ઉત્સાહથી તેનું સ્વાગત કર્યું. ભારતની 14 છોકરીઓને હરાવ્યા બાદ, હવે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. સુરતની 19 વર્ષીય શ્રદ્ધા પટેલ ઇજિપ્તમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ સ્પર્ધા યોજાવાની છે, જેના માટે શ્રદ્ધા ખૂબ જ ઉત્સાહિત છે.
શ્રદ્ધા પટેલ બાળપણથી જ મોડેલિંગમાં (Modelling) કારકિર્દી બનાવવા માટે ઉત્સાહિત હતી. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાની તક મળ્યા બાદ સમગ્ર સુરતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધા પટેલે કહ્યું કે હું બાળપણથી જ આ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માંગતી હતી. અગાઉ મેં મિસ ટીન ઈન્ડિયા 2021નો તાજ જીત્યો છે. મેં મોડેલ સુરત વાહ એવોર્ડ, મિસ સ્ટાર ફ્રેશ ઓફ ઈન્ડિયા 2020 સહિત ઘણા એવોર્ડ જીત્યા છે.
શ્રદ્ધા પટેલે વધુમાં કહ્યું કે હું ઈચ્છું છું કે ઈન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધાનો તાજ ફરીથી ભારત આવે. કારણ કે, લારા દત્તાએ આ તાજ 1997માં જીત્યો હતો. તે પછી ઘણી છોકરીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ 19 વર્ષની ઉંમરે હું BBA ના અભ્યાસની સાથે જે પ્રકારની તૈયારી કરી રહી છું, તેનાથી મને લાગે છે કે હું ખરેખર આ તાજ ભારતમાં પાછો લાવવા માંગુ છું. આ માટે સાત પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિભાના પ્રશ્નો અને તેના જવાબ, પર્સનલ ઇન્ટરવ્યૂ, રેમ્પ વોક અને સાત દિવસ હાઈ હીલ પહેરીને પ્રેક્ટિસ કરવી પડે છે.
શ્રદ્ધા પટેલ છેલ્લા 9 વર્ષથી પ્રોફેશનલ મોડેલિંગ કરી રહી છે અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સુરતનું નામ રોશન કર્યું છે. આ પહેલા પણ તેને મિસ ઈન્ડિયા ટીન, મિસ ઈન્ટરકોન્ટિનેન્ટલ ઈન્ડિયા, એસ્પાયરિંગ મોડેલ ઓફ ધ યર જેવા અનેક ખિતાબ જીતીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત, શ્રદ્ધા પટેલ ઘણી ખાનગી કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડેલિંગ કરે છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાવા જઈ રહી છે, જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ગુજરાત અને ભારત માટે ગર્વની વાત છે.
આ પણ વાંચો:અમદાવાદ ફાયરબ્રિગેડનો અધિકારી લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:CCTV ફૂટેજ વેચવાના કૌભાંડ કરનારા ત્રણેયને સાયબર ક્રાઇમ આજે લાવશે અમદાવાદ
