Ahmedabad News : અમદાવાદના પ્રહલાદનગર સ્થિત ફાયરબ્રિગેડનો એક ડિવીઝનલ ફાયર ઓફિસર રૂ.65,000 ની લાંચ લેતા ACB ની જાળમાં ફસાયો હતો. આ કેસની વિગત મુજબ ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. દરમિયાન ફરીયાદીએ એક બિલ્ડીંગની ફાયર NOC મેળવી આપવાનુ કન્સલ્ટીંગનુ કામ રાખ્યું હતું.
આ બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી અમદાવાદ સ્થિત પ્રહલાદનગરમાં આવેલી ફાયરબ્રિગેડની ઓફિસે મોકલી આપ્યું હતું. જે ફાયર એન.ઓ.સી. અંદાજીત ત્રણ મહીના સુધી ના મળતા આ કામના ફરીયાદી પ્રહલાદનગર સ્થિત ફાયરબ્રિગેડની ઓફિસે ગયા હતા અને ડિવીઝનલ ફાયર ઓફિસર ઈનાયતહુસેન આઈ.શેખને મળ્યા હતા. જેમાં ઈનાયતહુસેન શેખે ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂ.૮૦,૦૦૦ ની લાંચની માંગી હતી. પરંતુ ફરીયાદીએ લાંચના નાણા આપેલ નહી. જે બાદ ફરીયાદીને ફાયર એનઓસી મળી ગયેલ હતી.
બાદમાં ડિવીઝનલ ફાયર ઓફિસર ઈનાયતહુસેન શેખે ફરીયાદીને રૂબરૂમાં મળી ફરીયાદીને મળી ગયેલ ફાયર એન.ઓ.સી. ના વ્યવહારના રૂ.૮૦,૦૦૦ નહી આપે તો ભવિષ્યમાં ફરીયાદીની ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેવી ગર્ભિત ધમકી આપી હતી. ફરીયાદી પાસેથી જે તે દિવસે રૂ. ૧૫,૦૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂ.૬૫,૦૦૦/- ની અવાર નવાર માંગણી કરતા હતા.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે સરકારી ઓડીયો રેકોર્ડરનો ઉપયોગ કરી આજ તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ ડિવીઝનલ ફાયર ઓફિસમાં જ ગોઠવેલ લાંચના છટકામાં ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૬૫,૦૦૦/- સ્વીકારી ઈનાયતહુસેન શેખ પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસન ખ રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા 2નાં મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ
આ પણ વાંચો:ગાંધીનગરમાં નર્સિંગ પરીક્ષા વિવાદ મુદ્દે બેઠક યોજાઈ
