Not Set/ શબવાહિનીઓ ખૂટી પડતા હવે શું 108માં લઈ જવાશે મૃતદેહો, આ છે પુરાવો

ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર છે. પોઝિટીવ કેસની સાથે સાથે અહીં સતત મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

Gujarat Others

ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર છે. પોઝિટીવ કેસની સાથે સાથે અહીં સતત મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. મૃતદેહ લેવા માટે સગાઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે આવામાં હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિનીઓ પણ ખૂટી રહી છે. ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા હોવાની વાસ્તવિકતા સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ નો સ્ટાફ હવે હોસ્પિટલ અને સ્મશાન બન્ને માટે કામ કરી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાનો વિસ્ફોટ થતા રાજ્યમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે. હોસ્પિટલની બહાર દર્દીઓને લઈ ઉભેલી એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે. કોરોનાને કારણે મોત થયાં બાદ મૃતદેહને હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો :કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે, શું તમારા શરીરમાં થઇ રહ્યું છે કંઇક આવું…

કોરોનાથી થતા મોતનો આંકડો વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે છતાં મૃતદેહ લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડતાં હવે 108નો ઉપયોગ પણ મૃતદેહને લઈ જવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા સેના ઉતરશે મેદાનમાં, રાજનાથ સિંહે આર્મી ચીફ સાથે કરી ચર્ચા

રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો :ભાવનગરમાં પ્રાણવાયું “ઓક્સીજન” અછતની થતા બન્યું એવું કે તમે જાણીને..

રાજ્યમાં આજે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15  ટકા છે.

આ પણ વાંચો :સાબરમતી જેલમાં થયો કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં 29 કેદીઓ થયા સંક્રમિત

આ પણ વાંચો :વલસાડમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર