Surat/ ટેક્સટાઇલ મશીનરી ઉપર BIS ની અમલવારી માર્ચ-૨૦૨૭ સુધી મુલતવી રાખવા FGWWA એ લખ્યો પત્ર

મશીનરી ઉપર BISની અમલવારી કરવામાં આવશે તો ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે.

Gujarat Top Stories Surat Breaking News

Surat : ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન(FGWWA)દ્વારા  જણાવવાનું કે હાલ ટેકસટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશ ની અંદર જે ગતિથી વિકાસ થઇ રહયો છે તેનું મુખ્ય કારણ હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા ટેક્સટાઇલ મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેકનોલોજીના ટેક્સટાઇલ મશીન હજી સુધી આપણા દેશમાં કોઈ પણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી.

અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આજ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઉભી થાય છે. હાલમાં જો મશીનરી ઉપર BISની અમલવારી કરવામાં આવશે તો ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે.

વધુમાં, જ્યાં સુધી આપણા દેશના ઉત્પાદકો  દ્વારા હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન બનાવવામાં સફળતા ના મળે ત્યાં સુધી મશીનરી ઉપર BIS ની અમલવારી કરવી જોઈએ નહિ તેવી આપ સાહેબ પાસે અમારી માંગણી અને લાગણી છે.

અન્યથા હાલ જે કાપડની નિકાસ કરવામાં આવે છે તેમાં પણ ઘટાડો થશે અને નવી રોજગારી ની તક પણ ઘટશે અને હાલમાં કાપડની માંગ જે રીતે દુનિયાના દેશમાં વધી રહી છે તે જોતાચીન જેવા હરીફ દેશ સાથે હરીફાઈ કરવાની મુશ્કેલ બનશે. તેથી હાલ મશીનરી ઉપર BIS ની અમલવારી માર્ચ-૨૦૨૭ સુધી મુલતવી રાખવા ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા માંગણી કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશ હિંસાની અસર સુરત ટેક્સટાઇલ માર્કેટ પર

આ પણ વાંચો: ટેક્સટાઇલ વેપારીઓ આવકવેરા કાયદાના નવા ચૂકવણીના ધોરણો અપનાવશે

આ પણ વાંચો: મંદીના માહોલમાંથી પસાર થતા ટેક્સટાઇલ ઉદ્યોગનો યુ-ટર્ન, માલ ડિસ્પેન્ડનો રેશિયો થયો બમણો