Surat News: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાની અસર સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી હતી ટેક્સટાઇલ સીટી સુરતમાં વાર્ષિક 500 કરોડનો વેપાર થાય છે જ્યારે હિંસા થતા અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા છે.અને માલ પણ ફસાયો છે.બાંગ્લાદેશમાં આરક્ષણ મામલે હિંસા ભડકી ઉઠી છે અને સમગ્ર બાંગ્લાદેશમાં આ હિંસા ભડકી ઉઠતા તેની અસર અનેક જગ્યાએ જોવા મળી છે જેમાં ખાસ કરીને સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં બાંગ્લાદેશની હિંસાની અસર સીધી જ જોવા મળી હતી. સુરતમાંથી બાંગ્લાદેશમાં કાપડ એક્સપોર્ટ થાય છે જેમાં આર ડી એફ કાપડ ,ડાંઈગ પ્રિન્ટિંગ ફેબ્રિક, સ્ટીચ ગારમેન્ટ હું મોટા પ્રમાણમાં એક્સપોર્ટ કરવામાં આવે છે વાર્ષિક જોવા જઈએ તો સુરત ટેક્સટાઇલ માર્કેટ નો 500 કરોડનો વેપાર થાય છે જે વિશ્વમાં ત્રીજા નંબરે આવતો દેશ છે.
બાંગ્લાદેશ બંગાળની નજીક હોવાથી દુર્ગા પૂજામાં મોટાપાયે વેપાર થાય છે પરંતુ આ વખતે ફાટી નીકળેલી હિંસાની સીધી જ અસર દુર્ગા પૂજામાં પણ જોવા મળશે એટલું જ નહીં અત્યાર સુધી અનેક કાપડ વેપારીઓએ બાંગ્લાદેશમાં કાપડ આપી અને વેપાર કર્યો છે આ વેપાર ની અંદર ઉધાર માં વેપાર કરવામાં આવતો હોય છે જેના અમુક દિવસોની શરતે ઉધારમાં કાપડ આપવામાં આવે છે.. અત્યાર સુધી અનેક વેપારીઓએ બાંગ્લાદેશમાં આ પ્રકારે ઉધાર વેપાર કર્યો છે જેથી સુરતના અનેક વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે હાલ બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંસા ભડકી ઉઠી છે. તેને લઈને સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓમાં ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે કારણ કે જ્યાં સુધી બાંગ્લાદેશનો મામલો શાંત નહીં પડે ત્યાં સુધી વેપાર ધંધા ખોરવાઈ જશે તેમ જ ઉધાર આપેલી રકમનું પણ કોઈ ઠેકાણું રહેશે નહીં આમ તાત્કાલિક હિંસા પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ફરીથી વેપાર ધંધા યથાવત થાય તે પ્રકારની વેપારી ઓએ આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે
