Not Set/ રાષ્ટ્રીય પ્રાણી વાઘના ચામડાનો વેપાર, ક્રાઈમબ્રાંચે 4 શખ્સોની ધરપકડ કરી 4 વાઘનાં ચામડા જપ્ત કર્યા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ રાષ્ટ્રીય પ્રાણી વાઘની કર્ણાટકથી લાવેલી ખાલ 2.5 કરોડમાં વેચવા નિકળેલા અમદાવાદનાં 4 ઈસમોની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે..અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બાજુમાં જુના ફાયર સ્ટેશનના મેદાનમાં ત્રણ ઈસમો સિલ્વર કલરની એકટીવા સાથે પોતાની પાસે પહેલામાં ગેરકાયદેસર રીતે મૃત વાઘ જેવા વન્યપ્રાણીઓના […]

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

રાષ્ટ્રીય પ્રાણી વાઘની કર્ણાટકથી લાવેલી ખાલ 2.5 કરોડમાં વેચવા નિકળેલા અમદાવાદનાં 4 ઈસમોની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે..અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની બાજુમાં જુના ફાયર સ્ટેશનના મેદાનમાં ત્રણ ઈસમો સિલ્વર કલરની એકટીવા સાથે પોતાની પાસે પહેલામાં ગેરકાયદેસર રીતે મૃત વાઘ જેવા વન્યપ્રાણીઓના આખા શરીરના ચામડા રાખી તેનું વેચાણ કરવા માટે ઊભા છે…

જેથી ક્રાઈમ બ્રાન્ચે ત્યાં જઈને રેડ કરતા ગોળલીમડા માં રહેતા શૈલેષ જાની આસ્ટોડિયા ના રણછોડ પ્રજાપતિ માણેકચોકના અલ્પેશ ધોળકિયાને ઝડપી તેઓની પાસે રહેલ થયેલો કરતા તેમાં વાઘ જેવાં વન્ય પ્રાણીઓના ચામડાની ચાર ખાલ મળી આવી હતી..જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી ૪ લાખની કિંમતની ખાલ, એકટીવા અને ત્રણ મોબાઈલ ફોન સહિત 4,58, 000 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો..

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે બે વર્ષ પહેલા અમદાવાદનાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા મોહનભાઈ મેલાભાઈ રાઠોડ નામના વ્યક્તિએ નૈનેશ જાણીને આ ચામડાની ખાલ વેચવા માટે આપી હતી.જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોહન રાઠોડ નામના યુવકની પણ ધરપકડ કરી છે.. ત્યારે આ આરોપી મોહન રાઠોડે આ ખાલ બે વર્ષ પહેલા કર્ણાટકનાં કોઈ યુવક પાસેથી ખરીદી હોવાનું જણાવ્યુ હતુ..ત્યારે તાંત્રીક વિધિ કે અન્ય કોઈ કામ માટે આ ખાલ વેચવાની હતી કે કેમ તે દિશાંમાં ક્રાઈમબ્રાંચે તપાસ હાથ ધરી છે…

મહત્વનુ છે કે એક તરફ રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે તેવામાં 4-4 મૃત વાઘની ખાલ મળી આવતા વાઘની સુરક્ષા પર સવાલ ઉભો થયો ત્યારે આ વાઘની ખાલ આપનાર કર્ણાટકનાં યુવક સુધી ક્રાઈમબ્રાંચ પહોંચ્શે ત્યારે આ ખાલ વાઘનો શિકાર કરીને મેળવી કે અન્ય કોઈ રીતે તે બાબતનો ખુલાશો થશે…