Not Set/ લોકસભા ચૂંટણી 2019 – ગુજરાતની 26 બેઠકો પર 370 ઉમેદવાર ઉતરશે ચૂંટણી મેદાનમાં

મંતવ્ય ન્યૂઝ, લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનુ મતદાન 23 એપ્રિલના રોજ થશે. જે 15 રાજ્યોમાં કુલ 116 મતવિસ્તારમાં યોજાશે. એમાથી ઘણા એવા દિગ્ગજ નેતાઓ છે જેમના માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત સહિત બિહાર, છત્તિસગઢ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, યુપી, જેવા અનેક રાજ્યોમાં ચૂંટણી છે. ગુજરાતના 26 બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો, ગુજરાતની 26 બેઠકો […]

Top Stories Ahmedabad Gujarat Others

મંતવ્ય ન્યૂઝ,

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનુ મતદાન 23 એપ્રિલના રોજ થશે. જે 15 રાજ્યોમાં કુલ 116 મતવિસ્તારમાં યોજાશે. એમાથી ઘણા એવા દિગ્ગજ નેતાઓ છે જેમના માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત સહિત બિહાર, છત્તિસગઢ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, યુપી, જેવા અનેક રાજ્યોમાં ચૂંટણી છે. ગુજરાતના 26 બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો, ગુજરાતની 26 બેઠકો પર 370 ઉમેદવારો ચૂંટણી જંગમાં સામેલ છે. જેમાથી ભાજપના અને કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારો એક બીજા સામે કાટેની ટક્કર આપવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

ગુજરાતમાં આ દિગ્ગજો હશે આમને સામને

  • અમદાવાદ પશ્ચિમથી ભાજપના કિરીટ સોલંકી સામે કોંગ્રેસના રાજુ પરમાર ચૂંટણી જંગમાં
  • ગાંધીનગર બેઠક પર ભાજપના અમિત શાહ સામે કોંગ્રેસના સીજે ચાવડા
  • જામનગર બેઠક પર ભાજપના પૂનમ માડમ સામે  કોંગ્રેસના મુરૂભાઈ કાંદોરિયા પણ ચૂંટી જંગમાં
  • ધાનાણી, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર આપશે ભાજપને ટક્કર

ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન

ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતની 26 બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂનમ માડમ, સી.આર.પાટીલ, કે.સી.પટેલ તથા કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી, સી.જે.ચાવડા, પરેશ ધાનાણી, લલિત વસોયા, જગદીશ ઠાકોર, ડો. તુષાર ચૌધરી, સોમાભાઈ પટેલ સહિતના 370 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકમાં વધારો થયો હોવાથી કોંગ્રેસમાં નવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ તમામ 26 બેઠકો પર જંગી મત સાથે વિજય મેળવા પ્રચાર કર્યો હતો.