Gujarat News/ ‘ગોપાલ ઈટાલિયા આપ છોડીને ભાજપમાં જશે’ : પ્રતાપ દુધાતનો પ્રહાર

Gopal Italia ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીને “સાફ” કરીને પોતે પણ “ઝાડુ મારી” Bharatiya Janata Party (ભાજપ)માં જોડાઈ શકે છે

Gujarat
Gopal Italia

Gujarat News : ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને Aam Aadmi Party (AAP)માં આંતરિક મતભેદો અને રાજીનામાની ઘટનાઓને લઈને રાજકીય ચકચાર મચી છે. આ પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા Pratap Dudhat એ આમ આદમી પાર્ટી અને ગોપાલ ઈટાલિયા (Gopal Italia)સહિતના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે.

ગોપાલ ઈટાલિયા (Gopal Italia) અંગે નિવેદન

 

પ્રતાપ દુધાતે Gopal Italia પર નિશાન સાધતા કહ્યું કે ગોપાલ ઈટાલિયા (Gopal Italia)ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીને “સાફ” કરીને પોતે પણ “ઝાડુ મારી” Bharatiya Janata Party (ભાજપ)માં જોડાઈ શકે છે. તેમણે દાવો કર્યો કે જનતાએ હવે આ રાજકીય ખેલને સમજવાની જરૂર છે.

ઈશુદાન ગઢવી અને રાજુ કરપડા મુદ્દે પ્રહાર

તાજેતરમાં આપમાંથી રાજીનામું આપનારા ખેડૂત નેતા Raju Karpadaનો ઉલ્લેખ કરતાં દુધાતે જણાવ્યું કે વિસાવદરની ચૂંટણી દરમિયાન કરપડાએ મોટા દાવા કર્યા હતા, પરંતુ આજે તેમની રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ છે.
તેમણે વધુમાં દાવો કર્યો કે હાલની રાજકીય પરિસ્થિતિને જોતા Isudan Gadhviની પણ આવી જ પરિસ્થિતિ બની શકે છે. દુધાતે આશંકા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં ઈશુદાન ગઢવીને પણ રાજકીય નુકસાન ભોગવવું પડી શકે.

રાજુ કરપડાના ગંભીર આક્ષેપો

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપ્યા બાદ 12 ફેબ્રુઆરીએ યોજાયેલી પત્રકાર પરિષદમાં પક્ષના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.તેમણે જણાવ્યું કે કેટલીક નેતાઓની માનસિકતા એવી હતી કે તેઓ જેલમાંથી બહાર ન આવે. કરપડાના કહેવા મુજબ, જેલવાસ દરમિયાન પક્ષ તરફથી યોગ્ય કાનૂની મદદ કે સારા વકીલની વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી અને ખેડૂતોને પણ પૂરતી કાનૂની સહાય મળી નહોતી.

આ સમગ્ર ઘટનાક્રમને લઈને ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર તીવ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


આ પણ વાંચો : જૂનાગઢ:  ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકાયું

આ પણ વાંચો : AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CMને લખ્યો પત્ર, કરી આ ખાસ માગ 

આ પણ વાંચો : ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોને આપેલા રાહત પેકેજની કરી ખુલ્લેઆમ ટીકા