Junagadh News/ ગોપાલ ઈટાલિયાના સાવજ ડેરી પર ગંભીર આક્ષેપ: ‘ઝેરી દૂધથી ભાજપ નેતાઓ કરોડો કમાય છે, 70,000 લિટર દૂધ ઘટ્યું

ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે જ્યારથી મેં વંથલીમાં સાવજ ડેરી સામે આક્ષેપ લગાવ્યા છે ત્યારથી આજ સુધી સાવજ ડેરીમાં દૂધનો પુરવઠો 70 હજાર લિટર ઘટી ગયો છે.

Top Stories Gujarat Others Breaking News

Junagadh News: ગઈકાલે રાત્રે વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઈટાલિયાએ ફરી એકવાર સાવજ ડેરી પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સાવજ ડેરીમાં દરરોજ 1.5 લાખ લિટર ઝેરી દૂધ મળી રહ્યું છે, મારા નિવેદન પછી ઝેરી દૂધનું પ્રમાણ 70,000 લિટર ઘટી ગયું છે, પરંતુ ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવીને કરોડો રૂપિયા કમાય રહ્યા છે.

ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરી પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવે છે. સાવજ ડેરીમાં દરરોજ 3 લાખ લિટર ઝેરી દૂધ ભરવામાં છે, જેમાંથી 1.5 લાખ લિટર દૂધ કેમિકલવાળુ હોય છે. જોકે મારા નિવેદન પછી દૂધમાંથી થતી આવકમાં 70 હજાર લિટરનો ઘટાડો થયો છે, પરંતુ જે બહેનોએ ક્યારેય તમાકુનું સેવન પણ કર્યું નથી, તેમને આવા દૂધથી કેન્સર થાય છે.

ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે જ્યારથી મેં વંથલીમાં સાવજ ડેરી સામે આક્ષેપ લગાવ્યા છે ત્યારથી આજ સુધી સાવજ ડેરીમાં દૂધનો પુરવઠો 70 હજાર લિટર ઘટી ગયો છે. જો હું ખોટો હોઉં, તો કિરીટ પટેલે તે દિવસ પહેલા કેટલું દૂધ આવતું હતું અને હવે કેટલું આવી રહ્યું છે તેનો રેકોર્ડ જાહેર કરવો જોઈએ. દૂધ દૂધ જ રહેશે અને કેમિકલ કેમિકલ જ રહેશે. ઇટાલિયાએ વધુમાં કહ્યું કે સાવજ ડેરીના કેટલાક કર્મચારીઓએ મને જાણ કરી છે કે તેમને ખોટું કામ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સત્ય બહાર લાવવું મહત્વપૂર્ણ છે જેથી લોકોના જીવ બચાવી શકાય.

ભાજપ પર આક્ષેપ લગાવતા ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, સાવજ બનવા માટે ભાજપના ખોળામાં બેસવું જરૂરી નથી. ભાજપના ખોળામાં બેસવાથી સાવજ ન થવાય, જેણે પ્રજાની હક માટે અવાજ ઉઠાવ્યો હોય તે જ સાચો સાવજ કહેવાય છે.

આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે વંથલી તાલુકાના બાલોટ ગામની મંડળી નકલી છે, જેનો કોડ 1367 રૂટ કોડ છે. તેમાં દરરોજ 5,000 લિટર નકલી દૂધ ભરવામાં આવે છે. ગામમાં આવું કોઈ દૂધ કેન્દ્ર ન હોવા છતાં, સવાર-સાંજ અઢી હજાર લિટર દૂધ ભરવામાં આવે છે. ગ્રુપના ખાતામાંથી લોન લઈને આ નકલી દૂધ સીધું સાવજ  ડેરીમાં મોકલવામાં આવે છે.

આ ઉપરાંત, માણાવદર તાલુકાના જાંબુડામાં બે મંડળી છે, જેનો રૂટ કોડ 1359 છે. જાંબુડા ગામમાં આવી કોઈ મંડળી નથી, જેમાં દરરોજ 5,000 લિટર નકલી દૂધ ભરીને સાવજ ડેરીમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત, લુશાળા ગામમાં એક મહિલા મંડળ છે, આ ગામમાં બે મંડળી છે, જેના કોડ 1239 અને 1228 છે. આ મંડળીઓમાં પણ 5,000 લિટર દૂધ આમલી દ્વારા નાખવામાં આવે છે.

ઇટાલિયાએ આગળ કહ્યું, “હું તમને નકલી અને ઝેરી કેમિકલવાળું દૂધ મંડળીઓમાં નાખીને કરોડો રૂપિયા કમાવવાના રમત વિશે કહી રહ્યો છું. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે મહારાષ્ટ્રથી દરરોજ સાવજ ડેરીમાં 4 ફેટવાળું 70 હજાર લિટર કેમિકલવાળું દૂધ આવે છે. તે 4 ફેટવાળું દૂધ માટે જેતપુર પાસે એક જગ્યા છે, જેનું નામ હું પણ જાણું છું, પણ હું કહીશ નથી લાઈવ રેડ પાડીશ.”

4 ફેટ વાળું દૂધ તે જગ્યાએ લઈ જવામાં આવે છે અને કેમિકલ ઉમેરીને તેમાં 5.50 (સાડા પાંચ) ફેટ બનાવવામાં આવે છે. જ્યારે આ દૂધ 7.5 ફેટ થઈ જાય છે, ત્યારે તે માણાવદર, કેશોદ, વંથલી જેવી ઘણી નકલી દૂધ મંડળીઓ પાસેથી ઉછીનું લેવામાં આવે છે અને પછી દૂધની ટાંકી સીધી જેતપુરની સાવજ ડેરીમાં ભરવામાં આવે છે. કિરીટ પટેલ જે નકલી મંડળીઓમાંથી દૂધ ઉછીનું લેવામાં આવ્યું છે તેમાંથી મળેલા પૈસા ડીસીસી બેંક દ્વારા કલેક્શન સેન્ટરમાં આપે છે. આ પછી બધા પૈસા એકસાથે વહેંચે છે અને આપણા બધાને મારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં કાંતિ-ગોપાલ વિવાદમાં હવે કોંગ્રેસની એન્ટ્રી

આ પણ વાંચો:ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયાએ મોરબીમાંથી ચૂંટણી લડવા ફેંકી ચેલેન્જ

આ પણ વાંચો:કાંતિ અમૃતિયાનો રાજીનામાનો રાજકીય ડ્રામાઃ ગોપાલ રાજીનામુ નહીં આપેઃ AAP