VADODRA NEWS/ નોકરીના પહેલા દિવસે મોત, વડોદરામાં થારની ટક્કરે યુવકનું મોત

વડોદરાના (Vadodara) અટલાદરા વિસ્તારમાં મોડી રાત્રે થાર કારની ટક્કરમાં ફૂડ ડિલિવરી બોયનું ઘટનાસ્થળે મોત થતાં ચકચાર મચી ગઈ છે. અકસ્માત સમયે કાર યુવતી ચલાવી રહી હતી, જેને પોલીસે અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

Vadodara Gujarat
Vadodara,

Thar Accident: વડોદરામાં ફરી એક વખત સ્પીડમાં વાહન હંકારવાને કારણે જીવલેણ અકસ્માત સર્જાયો છે. શહેરના અટલાદરા વિસ્તારમાં મોડી રાત્રે થાર કારની ટક્કરમાં એક યુવકનું કરુણ મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અકસ્માત બાદ રોડ પર પડેલા મૃતદેહને જોઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

વડોદરામાં  (Vadodara ) ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો

મળતી માહિતી અનુસાર, મૃતક યુવકનું નામ અભિષેક મોરે હોવાનું જાણવા મળ્યું છે. તે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને દુર્ભાગ્યવશ તેની નોકરીનો પહેલો જ દિવસ હતો. પરિવાર માટે આ ઘટના ભારે આઘાતજનક બની છે, કારણ કે મોરે પરિવારે પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે.

Atladara road accident
Atladara road accident

અક્ષરચોક નજીક બની ઘટના

આ ઘટના અક્ષરચોક નજીક બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી થાર કાર યુવકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સમયે થાર કાર એક યુવતી ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે અને કારમાં અન્ય બે મહિલાઓ પણ સવાર હતી.

કાર ચલાવતી યુવતીની અટકાયત

પોલીસે થાર કાર ચલાવતી યુવતી ઋષિકા સરનાનીને અટકાયત કરી છે. અકસ્માત સમયે તેણીએ દારૂ કે અન્ય નશો કર્યો હતો કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો.

તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ

અટલાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે. કારની સ્પીડ, ડ્રાઈવરનું વર્તન અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:સિહોરના દેવગાણા ગામે શહીદ મેહુલ સોલંકીના પરિવારને એક કરોડ સહાય કરાઇ

આ પણ વાંચો:ગિરનારમાં ‘મિની કુંભ’, ભવનાથ મહાદેવ મંદિર ખાતે નાગા સાધુઓનું અનોખું આકર્ષણ

આ પણ વાંચો:4 લાખ કરોડથી વધુ રકમનું હોઈ શકે રાજ્યનું આગામી બજેટ, 18 ફેબ્રુઆરીએ રજૂ કરશે કનુભાઈ દેસાઈ