Amreli News/ અમરેલી જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર, 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રી સહિતના હોદ્દેદારોની વરણી

Amreli BJP List 2026: અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણીએ નવી ટીમની જાહેરાત કરી છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરાઈ છે.

Top Stories Gujarat Others
Amreli District BJP New Organization

Amreli District BJP New Organization: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક ફેરફારોની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે 13 ફેબ્રુઆરીના રોજ અમરેલી જિલ્લા ભાજપના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ બી. કાનાણી દ્વારા નવી ટીમની જાહેરાત કરવામાં આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રદેશ મોવડી મંડળ સાથે પરામર્શ બાદ વરણી

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની વિસ્તૃત ચર્ચા અને પરામર્શ બાદ આ નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને તમામ તાલુકા અને શહેરોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Amreli District BJP New Organization

Amreli District BJP New Organization

Amreli : નવા માળખાની મુખ્ય વિગતો

અમરેલી જિલ્લા ભાજપના આ નવા સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની મહત્વની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના અનુભવી નેતાઓને 8 ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ છે. સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે ત્રણ સક્રિય ચહેરાઓની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે 8 મંત્રીઓની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, સંગઠનમાં 1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રી તેમજ સોશિયલ મીડિયા, આઈ.ટી. અને મીડિયા વિભાગના ઇન્ચાર્જની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વિવિધ મોરચાના પ્રમુખોની પણ જાહેરાત

મુખ્ય સંગઠન ઉપરાંત જિલ્લા ભાજપના વિવિધ પાંખો (મોરચા) માં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. જેમાં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચા માટે પ્રમુખ અને મહામંત્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખા સાથે અમરેલી જિલ્લામાં ભાજપ વધુ મજબૂત બનશે અને આગામી કાર્યક્રમો માટે સંગઠન સજ્જ બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.


આ પણ વાંચો :  અમદાવાદ શહેર ભાજપ સંગઠનની મોટી જાહેરાત! ગૌતમ કથીરિયા અને જશુ ઠાકોર બન્યા શહેર મહામંત્રી

આ પણ વાંચો : વિધાનસભા સત્ર પહેલાં ભાજપમાં ચિંતા, ધારાસભ્યોને વધુ પ્રશ્નો પૂછવા કડક સૂચના

આ પણ વાંચો : રાજકોટ ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલિયાનો ધૂણતો વીડિયો વાયરલ