Rajkot News/ રાજકોટ ભાજપ ઉપપ્રમુખ સોમા ભાલિયાનો ધૂણતો વીડિયો વાયરલ

રાજકોટ (Rajkot) શહેર ભાજપના નવા ઉપપ્રમુખ સોમા ભાલિયાનો માતાજીના માંડવામાં ધૂણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈ ચર્ચાનો માહોલ છે. બીજી તરફ થરાદમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભુવાએ 2027ની વિધાનસભા ચૂંટણી અંગે કરેલી ભવિષ્યવાણી પણ રાજકીય ચર્ચામાં છે.

Gujarat Rajkot
rajkot

રાજકોટ  શહેર ભાજપના તાજેતરમાં નિમાયેલા ઉપપ્રમુખ સોમા ભાલિયાનો એક અલગ અને ભક્તિભાવથી ભરેલો અંદાજ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માતાજીના માંડવામાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેઓ ભાવવિભોર થઈ ધૂણતા નજરે પડ્યા હતા. આ સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થતાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, ધાર્મિક વિધિ દરમિયાન સોમા ભાલિયાએ માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા પરંપરાગત રીતે પીઠ પર સાંકળો મારી ધૂણવાનું શરૂ કર્યું હતું.

રાજકોટનો (Rajkot) નો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય

તેમનો આ ભક્તિમય વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક લોકો તેને તેમની ધાર્મિક આસ્થા સાથે જોડીને જોઈ રહ્યા છે, તો કેટલાક લોકો રાજકીય નેતાના જાહેર ધાર્મિક પ્રદર્શન અંગે અલગ-અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. હાલ આ વીડિયો વિવિધ પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે અને શહેરમાં ચર્ચાનો માહોલ છે.

થરાદમાં ભુવાની ભવિષ્યવાણી ચર્ચામાં

થોડા સમય પહેલાં થરાદ તાલુકાના ડુવા ગામે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભુવાએ કરેલી ભવિષ્યવાણી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. કાર્યક્રમ દરમિયાન ભુવાએ જાહેરમાં કહ્યું હતું કે, “2027ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ લઈને આવજો, હું તમને 11,000 મતથી જીતાડિશ.”

ગોગા મહારાજના ભગત ગોદાભાઈનું આ નિવેદન રમેલ કાર્યક્રમ દરમિયાન સામે આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને માંગીલાલના સમર્થકો પણ પહોંચ્યા હતા. ચાહકોએ જ્યારે પૂછ્યું કે આવનારી 2027ની ચૂંટણીમાં માંગીલાલ જીતશે કે નહીં, ત્યારે ગોગા મહારાજે જવાબ આપ્યો કે જો ટિકિટ મળશે તો માંગીલાલ 11 હજાર મતથી જીતશે એવી ભવિષ્યવાણી કરી હતી


આ પણ વાંચો:બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6  પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા…

આ પણ વાંચો:ગોમતીપુરમાં સિલ્વર ફ્લેટ ભયજનક સ્થિતિમાં, ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય, 20 મકાનો કરાયા ખાલી

આ પણ વાંચો:ભુવાએ મહિલા પર આચર્યું દુષ્કર્મ, અંધશ્રદ્ધાની આડમાં કર્યું કૃત્ય