Ahmedabad News : અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ (Seventh Day School )માં નવા પ્રવેશ પર હાઈકોર્ટ દ્વારા મૂકાયેલ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. આગામી 7 મે સુધી સ્કૂલમાં કોઈપણ નવા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
સેવન્થ-ડે સ્કૂલ (Seventh Day School )માં બનેલી વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટનાને પગલે સ્કૂલનું સંચાલન જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ના હસ્તક સોંપવામાં આવ્યું છે. હાઈકોર્ટે સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા અને વહીવટ અંગે કડક ટિપ્પણીઓ કરતાં સંચાલન સામે કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે.

સેવન્થ-ડે સ્કૂલ (Seventh Day School ) પ્રશાસનની બેદરકારી અંગે ગંભીર આક્ષેપો
મામલામાં પીડિત વિદ્યાર્થીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની તરફથી સેવન્થ-ડે સ્કૂલ (Seventh Day School ) પ્રશાસનની બેદરકારી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. “જો વિદ્યાર્થીને સાચવી ન શકાય તો સંચાલન કેમ?” એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
સ્કૂલમાં બનેલી બે ગંભીર ઘટનાઓને કારણે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. હાઈકોર્ટ હવે સમગ્ર મામલે નજીકથી નજર રાખી રહી છે અને યોગ્ય કાર્યવાહીની દિશામાં આગ્રહ દાખવી રહી છે.
આ કેસને લઈને વાલીઓમાં પણ ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : નવસારીમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી
આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : સુરતમાં કિશોર દ્વારા બાળક પર ચાકૂથી હુમલો
આ પણ વાંચો: ફરી એક વાર બની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના, સુરતની સ્કૂલમાં વિધાર્થી પર સળિયા વડે હુમલો
