Not Set/ હેમંત સોરેન ઝારખંડના 11માં મુખ્યમંત્રી બન્યા, રાહુલ, મમતા સહિત ઘણા વિપક્ષી નેતાઓ શપથ ગ્રહણમાં સામેલ

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના નેતા હેમંત સોરેને ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોંગ્રેસના બે ધારાસભ્યો અને એક રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યએ પણ કેબિનેટ સાથીઓ તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોહ […]

Top Stories India

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના નેતા હેમંત સોરેને ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોંગ્રેસના બે ધારાસભ્યો અને એક રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યએ પણ કેબિનેટ સાથીઓ તરીકે શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોહ ગેહલોત, કોંગ્રેસ નેતા આરપીએન સિંહ, ડીએમકે ચીફ સ્ટાલિન, એજેડી નેતા તેજસ્વી યાદવ, ડાબેરી નેતા ડી. રાજા, સીતારામ યેચુરી, આપ સાંસદ સંજય સિંહ, શરદ યાદવ સહીત ઘણા નેતાઓ હાજર રહ્યાં હતા. છતાય કેટલાક વરિષ્ઠ નેતાઓએ આ શપથ વિધિથી દુર રહ્યાં હતા.

આ સમારોહ દરમિયાન રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ દ્વારા સોરેનને પદ અને ગુપ્તતાના શપથ અપાયા હતા. કોંગ્રેસના બે અને આરજેડીના એક ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા હતા.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઓરાઓન અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા આલમગીર આલમે પણ પ્રધાન પદના શપથ લીધા હતા. બંનેને કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી સંદેશ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના ધારાસભ્ય સત્યનંદ ભોક્તાએ મંત્રી પદના શપથ લીધા હતા.

 શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મોટા નેતા રહ્યા ગેરહાજર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાંચી પહોંચ્યા નહોતા. એટલું જ નહીં, વિપક્ષી એકતાના કેન્દ્ર તરીકે શપથ લેવાની કોશિશ કરી રહેલા કોંગ્રેસ અને જેએમએમને મોટો ઝટકો લાગ્યો ત્યારે લાગ્યો જયારે બસપા સુપ્રીમો માયાવતીએ પણ રાંચીના કાર્યક્રમથી કિનારો કર્યો હતો.

જેએમએમએ કોંગ્રેસ પાર્ટી અને લાલુ પ્રસાદની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે જોડાણ કરીને વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 81 સભ્યોના ગૃહમાં 47 બેઠક પર આરામદાયક બહુમતી મેળવી હતી. રાજ્યમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં જેએમએમએ 30 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસ અને આરજેડીએ અનુક્રમે 16 અને એક બેઠક મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.