Rajkot News: રાજકોટ (Rajkot)માં યુવતીએ મંગેતર સાથે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ આત્મહત્યાને લઈને અનેક રહસ્યોના વમળો સર્જાયા છે. સવાલ એ છે કે બંનેની સગાઈ થઈ ગઈ હતી તો હવે એવી તે કઈ સ્થિતિ સર્જાઈ કે બંનેએ આત્મહત્યા કરી. થોડા સમય પછી બંનેના લગ્ન તો થવાના જ હતા. પોલીસ પણ આ પ્રકારની આત્મહત્યાના કારણે વિચારમાં પડી ગઈ છે. તેથી પોલીસનું માનવું છે કે બંને વચ્ચે જ કોઈ બાબતને લઈને વિવાદ થયો હોય તેવી પ્રબળ સંભાવના છે.

રાજકોટ પોલીસનો દાવોઃ સજોડે આત્મહત્યા કરી
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ(Rajkot)ના જંગલેશ્વર વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી કાજલ સરવૈયા ચુનારાવાડમાં રહેતા તેના મંગેતર ચેતન રાફુચા સાથે પોતાના ઘરે સજોડે ફાંસો ખાઈ લીધો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેના પગલે બંનેના કુટુંબીજનોએ પાંચ મહિના પહેલા તેમની સગાઈ પણ કરી દીધી હતી.

રાજકોટમાં આત્મહત્યા કરવા યુવતી મામાના ઘરેથી પરત આવી
રાજકોટ(Rajkot)ની કાજલ સરવૈયા તેની માતા સાથે રવિવારના રોજ વાંકાનેરના તીથવા ગામે તેના મામાના ઘરે ગઈ હતી. તે રાત્રે ત્યાંથી કોઈને જણાવ્યા વગર નીકળી ગઈ હતી. તેના પછી તે રાજકોટ ઘરે આવી હતી અને પડોશમાંથી પોતાના ઘરની ચાવી લઈને બંધ ઘર ખોલીને મંગેતર સાથે આત્મહત્યા કરી હતી. યુવતીની માતા પછીના દિવસે ઘરે પરત આવી ત્યારે અંદરથી મકાન બંધ જોઈ તેને ધ્રાસ્કો પડ્યો હતો. તેના પગલે પોલીસને જણાવાતા પોલીસ દરવાજો તોડી આવી હતી અને તેમા બંનેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

મોબાઇલના વિવાદના કારણે આત્મહત્યા કરી
રાજકોટ (Rajkot) પોલીસે તેના પગલે 108ને બોલાવી હતી અને તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને તે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કાજલે મોબાઇલ લેવાની જિદ કરી હતી. તેના પગલે બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક આપઘાત: રિક્ષાચાલકે ઝેરી દવા પી લેતા મોત, સુસાઈડ નોટમાં ગંભીર આક્ષેપ
આ પણ વાંચો: રાજકોટમાં રહસ્યમય આપઘાત, બસ સ્ટેશન સામે ઝાડે લટકતો મળ્યો યુવકનો મૃતદેહ
આ પણ વાંચો: રાજકોટમાં ધમકીથી પરેશાન મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ પીધું ફિનાઇલ, વીડિયો વાયરલ
