Rajkot News/ રાજકોટમાં ધમકીથી પરેશાન મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ પીધું ફિનાઇલ, વીડિયો વાયરલ

Rajkotના મુંજકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાતા મહિલાએ ફિનાઇલ પી લીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જાણો સમગ્ર મામલો અને વાયરલ વીડિયોની વિગત.

Gujarat Rajkot Trending
Rajkot

Rajkot Munja Police Station: રંગીલા રાજકોટ (Rajkot) માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. Rajkot શહેરના મુંજકા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ જાહેરમાં ફિનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મહિલાનો આત્મહત્યાના પ્રયાસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Rajkot: શું છે સમગ્ર મામલો?

મળતી વિગતો મુજબ, પીડિત મહિલા છેલ્લા કેટલાક સમયથી એક યુવક દ્વારા આપવામાં આવતી જાનથી મારી નાખવાની ધમકીઓથી પરેશાન હતી. ધમકી મળ્યા બાદ મહિલા ન્યાયની આશા સાથે મુંજકા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, મહિલાનો ગંભીર આરોપ છે કે પોલીસ તેની ફરિયાદ નોંધવામાં આનાકાની કરી રહી હતી અને કોઈ કાર્યવાહી કરતી નહોતી.

ન્યાય ન મળતા ભર્યું આકરું પગલું

પોલીસ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ફરિયાદ ન નોંધતા હોવાનો મહિલાનો આરોપ છે. અંતે હતાશ થયેલી મહિલાએ પોલીસ સ્ટેશનની અંદર જ ફિનાઇલ પી લીધું હતું. મહિલાએ ફિનાઇલ પીતા જ પોલીસ મથકમાં અફરાતફરી મચી ગઈ હતી. હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી.

વીડિયો થયો વાયરલ

પોલીસ સ્ટેશનની અંદર મહિલા જ્યારે ફિનાઇલ પી રહી હતી, તે સમયના દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે રાજકોટ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા, પોલીસ હેડક્વાર્ટરમાં ફાંસી લગાવવાનો બનાવ

આ પણ વાંચો: વડોદરા પાણીગેટ પોલીસ લોકઅપમાં આરોપીની આત્મહત્યા

આ પણ વાંચો: યાત્રાધામ દ્વારકામાં માએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા