Not Set/ થરાદ / તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા

અજાણ્યા શખ્સોએ આવી ને તીક્ષણ હથિયાર વડે કર્યો હુમલો મૃતકને  વાવ રેફરલ માં pm અર્થે ખસેડવામાં આવ્યો વાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠાના થરાદમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી છે. વાવના તીર્થગામમાં ધોળા દિવસે યુવાનની હત્યા કરવામાં આવતા કમકમાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ મેવાભાઇ નામનો યુવક […]

Gujarat Others
  • અજાણ્યા શખ્સોએ આવી ને તીક્ષણ હથિયાર વડે કર્યો હુમલો
  • મૃતકને  વાવ રેફરલ માં pm અર્થે ખસેડવામાં આવ્યો
  • વાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાના થરાદમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી છે. વાવના તીર્થગામમાં ધોળા દિવસે યુવાનની હત્યા કરવામાં આવતા કમકમાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે 10 વાગ્યાની આસપાસ મેવાભાઇ નામનો યુવક ખેતરમાં કામ કરી રહ્યો હતો. ખેતરમાં કામ કરતા મેવાભાઈ પરમાર ઉમર વર્ષ 28 નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા મેવાભાઈનું મોત થયુ હતું. તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.