Gandhinagar News/ તૈયાર થઈ જાવ! પ્રખરતા શોધ કસોટીની હોલટિકિટ આજથી ડાઉનલોડ કરી શકશો, જાણો કઈ રીતે કરશો ડાઉનલોડ

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે 28 જાન્યુઆરીએ લેવાનારી પ્રખરતા શોધ કસોટીની Hall Ticket જાહેર. શાળાઓ આજથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકશે.

Top Stories Gandhinagar Gujarat
Hall Ticket

Talent Search Test Hall Ticket 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-9 ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે યોજાતી ‘પ્રખરતા શોધ કસોટી’ (Talent Search Test – 2026) ની તૈયારીઓ તેજ બની છે. બોર્ડ દ્વારા આ પરીક્ષા માટેની હોલટિકિટ (Hall Ticket) આજે એટલે કે 19 જાન્યુઆરી, 2026 થી ઓનલાઇન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.

Hall Ticket

28 જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા

રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અને આ કસોટી માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 28 જાન્યુઆરી, 2026 ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Hall Ticket ડાઉનલોડ પ્રક્રિયા શરૂ

જે વિદ્યાર્થીઓએ આ કસોટી માટે ફોર્મ ભર્યા છે, તેમની હોલટિકિટ આજ રોજ એટલે કે 19 જાન્યુઆરી 2026 થી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org અથવા tst.gsebht.in પર ઉપલબ્ધ કરી દેવામાં આવી છે, જ્યાંથી શાળાઓ તેને ડાઉનલોડ કરી શકશે.

Hall Ticket

શાળાઓ માટે મહત્વની સૂચના

બોર્ડની અખબારી યાદી મુજબ, તમામ માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓએ વિદ્યાર્થીઓની હોલટિકિટની પ્રિન્ટ કાઢી તેની વિગતોની ચોકસાઈપૂર્વક ખરાઈ કરવાની રહેશે. ત્યારબાદ હોલટિકિટમાં પરીક્ષાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી અને આચાર્યના સહી-સિક્કા ફરજિયાતપણે કરીને જ વિદ્યાર્થીઓને સુપરત કરવાની રહેશે. બોર્ડ દ્વારા તમામ સંબંધિતોને સમય મર્યાદામાં આ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં RTE બાળકો સાથે ભેદભાવનો આરોપ, DEOએ ફટકારી નોટિસ

આ પણ વાંચો: અમદાવાદમા સ્વેટરને લઈ દબાણ મુદ્દે 9 શાળાઓને DEOની નોટિસ

આ પણ વાંચો: અમદાવાદની સેન્ટ માર્ક સ્કૂલે DEOની નોટિસનો કર્યો ઉલાળિયો