Dharm & Bhakti: પ્રતિવર્ષ જન્માષ્ટમીનું પર્વ શ્રાવણ વદ અષ્ટમી (Janmashtami 2026)એ મનાવવામાં આવે છે. આ પર્વે મધ્યરાત્રિએ નિશીથ કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ (Shree Krishna)ના બાળ ગોપાળ (Laddu Gopal)ના સ્વરુપનું પૂજન કરવામાં આવે છે. વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ, કરુણા, બુદ્ધિમત્તા અને જીવનમાં ઉચિત સમયે ઉચિત નિર્ણય લેવા માટે એક આદર્શરુપ માનવામાં આવે છે. એમની લીલાઓ અને ગીતાના ઉપદેશોમાં જીવનને બહેતર બનાવવા માટેના અનેક સૂત્રો પ્રાપ્ત થાય છે. જન્માષ્ટમીના તહેવારે મોટેભાગે ભક્તો કાન્હા ની પૂજા કરે છે અને વ્રત રાખે છે અને એમને માખણ-મિસરી સહિત કેટલીયે વસ્તુઓનો પ્રસાદ (Prasad) ધરાવવામાં આવે છે.
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, કેટલીક રાાશિઓને ભગવાન શ્રીકૃષ્ણના વિશેષ સ્વરુપ સાથે સંલગ્ન કરીને જોવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ રાશિઓ પર કાન્હાની વિશેષ કૃપા વરસતી રહે તો જીવનમાં આગળ વધવાના અવસર પ્રાપ્ત થાય છે અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ…શ્રી કૃષ્ણની પ્રિય રાશિઓ (Beloved Zodiac Signs of Shree Krishna) કઈ-કઈ છે?
શ્રી કૃષ્ણને 4 રાશિઓ છે અતિપ્રિય (Favorite Rashi of Shree Krishna)

1. વૃષભ રાશિ-સુખસુવિધાઓ સાથે પ્રગતિ
વૃષભ રાશિ (Vrushabh Rashi)ને ભગવાન કૃષ્ણની પ્રિય રાશિઓમાં સામેલ માનવામાં આવે છે કારણ કે, આ રાશિના જાતકો સામાન્ય રીતે ધૈર્યવાન અને પોતાના લક્ષ્ય પ્રત્યે ઘણા જ ગંભીર હોય છે. એ લોકો ઉતાવળમાં નિર્ણય લેવાના સ્થાને સમજી-વિચારીને આગળ વધવાનું પસંદ કરે છે.
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શ્રીકૃષ્ણની કૃપા મેળવનાર વૃષભ રાશિ વાળા જાતકોના જીવનમાં સુખ-સુવિધાઓ અને આર્થિક સ્થિરતાનો લાભ થઈ શકે છે. મહેનત સાથે જો ભાગ્ય પણ સાથ આપે તો એ પોતાના માટે સારી એવી સંપત્તિ અને મજબૂત આર્થિક સ્થિતિ બનાવવામાં સફળ થઈ શકે છે.
જન્માષ્ટમીએ શું કરવું?
ભગવાન કૃષ્ણને માખણ-મિસરીનો પ્રસાદ ધરાવીને એમનું ધ્યાન કરો અને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરવી.

2. કર્ક રાશિ-મુશ્કેલીભર્યા સમયમાં સહારો મળશે
કર્ક રાશિ (Kark Rashi)ના જાતકોને પણ કાન્હાની પ્રિય રાશિઓમાં ગણવામાં આવે છે. એ ભાવુક હોવા સાથે પોતાના પરિવાર અને સંબંધો અંગે અતિ સંવેદનશીલ હોય છે. એમના માટે ભાવનાત્મક સુરક્ષા અને પોતાના અંગત લોકોનો સાથ ઘણો જ મહત્વનો હોય છે.
એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણની કૃપાથી કર્ક રાશિવાળાને કઠિન પરિસ્થિતિઓમાં પણ યોગ્ય રસ્તો શોધવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને આર્થિક બાબતોમાં સમય સાથે પરિસ્થિતિ સુધરવાના અવસર ઉદ્ભવી શકે છે. જો એ લોકો પોતાના કર્મો પર ધ્યાન આપે અને ધૈર્ય જાળવી રાખે તો પરિસ્થિતિઓ એમના પક્ષમાં આવી શકે છે.
જન્માષ્ટમીએ શું કરવું?
કાન્હાને દૂધથી બનેલી મીઠાઈનો પ્રસાદ ધરાવો અને જરુરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી.

3. સિંહ રાશિ-મહેનતથી હાંસલ કરે છે મોટો મુકામ
સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકોમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા ઘણી દ્રઢ માનવામાં આવે છે. આ લોકો કોઈ પણ કાર્ય હાથમાં લીધા બાદ એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે એમના માટે મહેનત અને સતત પ્રયાસ જ સફળતાની ચાવી બને છે.
જ્યોતિષીય માન્યતાનુસાર, ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આ રાશિના આત્મવિશ્વાસને ઓર મજબૂત કરે છે. નોકરી હોય કે કારોબાર, યોગ્ય રણનીતિની સાથે આગળ વધવાથી એમને સારા પરિણામો મળવાની સંભાવનાઓ રહે છે.
આ રાશિના જાતકો માટે સૌથી અગત્યની બાબત એ છે કે સફળતા મળ્યા બાદ અહંકારથી બચવું. શ્રીકૃષ્ણના જીવન અને ગીતા સંદેશમાં કર્મને મહત્વ આપવામાં આવેલું છે આથી સિંહ રાશિ વાળા જાતકો માટે પોતાના કર્મ પર ફોકસ કરવું લાભકારક સિદ્ધ થશે.
જન્માષ્ટમીએ શું કરવું?
શ્રી કૃષ્ણ સાથે રાધા રાણીનું પૂજન કરવું અને ગાયને લીલો ઘાસચારો ખવડાવવો.

4. તુલા રાશિ-ધન સાથે સન્માન પણ મળે છે
તુલા રાશિ (Tula Rashi)ને પણ કાન્હાની પ્રિય રાશિઓમાંથી એક માનવામાં આવે ચે. આ રાશિના જાતકો સંતુલન જાળવવામાં અને પરિસ્થિતિઓને સમજી-વિચારીને નિર્ણય લેવામાં માહેર હોય છે. આ જ ગુણ એમને કેરિયર અને અંગત જીંદગી એમ બંને ક્ષેત્રે આગળ વધવામાં મદદરુપ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ, તુલા રાશિ પર કાન્હાની કૃપા વરસે તો જીવનમાં સુખ-સુવિધાઓની સાથોસાથ આર્થિક ઉન્નતિના અવસરો પણ પ્રાપ્ત થાય છે. મહેનત અને યોગ્ય નિર્ણયો દ્વારા લોકો ધન સહિત સમાજમાં માન-સન્માન પણ મેળવી શકે છે.
જન્માષ્ટમીએ શું કરવું?
ભગવાન કૃષ્ણને માખણ-મિસરીનો પ્રસાદ ધરાવવો અને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
