Business News/ આજથી 1000 થી વધુ દવાઓ થઈ મોંઘી, ક્યાંક તમારી દવા પણ યાદીમાં નથીને?

સામાન્ય લોકોનો દવાઓ પરનો ખર્ચ વધશે અને બચતમાં ઘટાડો થશે. આજથી મોંઘી થતી દવાઓમાં ઈન્ફેક્શન, ડાયાબિટીસ અને હાર્ટની દવાઓનો પણ સમાવેશ થાય છે.

Trending Business
1 2025 04 01T123958.555 આજથી 1000 થી વધુ દવાઓ થઈ મોંઘી, ક્યાંક તમારી દવા પણ યાદીમાં નથીને?

Business News: દેશના કરોડો સામાન્ય લોકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. આજથી એટલે કે 1 એપ્રિલથી 900 થી વધુ આવશ્યક દવાઓના ભાવમાં 1.74 ટકાનો વધારો થશે. આ સાથે સામાન્ય લોકોનો દવાઓ પરનો ખર્ચ વધશે અને બચતમાં ઘટાડો થશે. આજથી મોંઘી થતી દવાઓમાં ઈન્ફેક્શન, ડાયાબિટીસ અને હાર્ટની દવાઓનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ કામ કરતું વિભાગ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) આવશ્યક દવાઓની કિંમતો નક્કી કરે છે. પાછલા વર્ષના જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ને ધ્યાનમાં રાખીને આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો અથવા વધારો કરવામાં આવે છે.

દવાના ભાવ વધારવા માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર નથી

“કેલેન્ડર વર્ષ 2023ની સરખામણીએ કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન WPIમાં (+) 1.74028% નો ફેરફાર નોંધવામાં આવ્યો છે. દવા ઉત્પાદકો આ WPIના આધારે સુનિશ્ચિત ફોર્મ્યુલેશનની મહત્તમ છૂટક કિંમતમાં વધારો કરી શકે છે અને આ સંદર્ભે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર રહેશે નહીં,” NPPA એ એક નિવેદનમાં જણાવ્યું હતું.

મેલેરિયા, એન્ટિવાયરલ અને એન્ટિબાયોટિક્સની કિંમતો વધશે

સરકારના આ આદેશ બાદ એન્ટિબાયોટિક Azithromycin ની કિંમત 11.87 રૂપિયા (250 mg) અને 23.98 રૂપિયા (500 mg) પ્રતિ ગોળી થશે. એમોક્સિસિલિન અને ક્લેવ્યુલેનિક એસિડની રચના સાથે એન્ટીબેક્ટેરિયલ ડ્રાય સિરપની કિંમત 2.09 રૂપિયા પ્રતિ મિલી છે. એસાયક્લોવીર જેવા એન્ટિવાયરલ્સની કિંમત રૂ. 7.74 (200 એમજી) અને રૂ. 13.90 (400 એમજી) પ્રતિ ટેબ્લેટ હશે. એ જ રીતે, મેલેરિયાની સારવારમાં વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વિનની કિંમત 6.47 રૂપિયા (200 મિલિગ્રામ) થી 14.04 રૂપિયા (400 મિલિગ્રામ) પ્રતિ ટેબ્લેટ હશે.

દર્દની દવાઓ પણ મોંઘી થશે

ડીક્લોફેનાક, જે દર્દમાં રાહત આપવા માટે વપરાતી દવા છે, તેની મહત્તમ કિંમત હવે પ્રતિ ગોળી રૂ. 2.09 હશે, જ્યારે આઇબુપ્રોફેન ટેબ્લેટની કિંમત રૂ. 0.72 (200 એમજી) અને રૂ. 1.22 (400 એમજી) પ્રતિ ગોળી હશે. NPPA એ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ (NLEM) માં હાજર 1000 થી વધુ દવાઓના ભાવમાં વધારાને મંજૂરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આરોગ્યની સેવાઓ કથળી : ગરીબ દર્દીઓ માટે દવાઓ જ ન ખરીદી, 1129 કરોડ પડી રહ્યાં

આ પણ વાંચો:કેન્સર, ડાયાબિટીસ સહિતની આ ગંભીર બીમારીઓની દવાઓની કિંમતમાં થશે વધારો

આ પણ વાંચો:એન્ટિવાયરલ દવાઓ પણ દૂધમાં હાજર H5N1 વાયરસને અસર કરવામાં નિષ્ફળ ગઈ, અભ્યાસમાં આવ્યું બહાર