Not Set/ આધાર નંબરને સોશિયલ મીડીયા પર શેર ના કરો : યુઆઈડીએઆઈ

દિલ્હી, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ)ના ડેટાબેઝમાંથી લોકોની અંગત માહિતીના કથિત રીતે લીક થઈ જવાની અનેક ઘટનાઓને લઈ ભારે વિવાદ સર્જાયેલો છે. ત્યારે આખરે યુઆઈડીએઆઈ એ જણાવ્યુ છે કે, લોકોએ તેમનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર ન કરવો જોઈએ.  જો કે ખુદ યુઆઇડીએઆઇ એ જ આધાર નંબર શેર કરવાની મનાઇ કરતાં આધારની સુરક્ષા પર […]

India Trending
દિલ્હી,

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઈડીએઆઈ)ના ડેટાબેઝમાંથી લોકોની અંગત માહિતીના કથિત રીતે લીક થઈ જવાની અનેક ઘટનાઓને લઈ ભારે વિવાદ સર્જાયેલો છે. ત્યારે આખરે યુઆઈડીએઆઈ એ જણાવ્યુ છે કે, લોકોએ તેમનો આધાર નંબર સોશિયલ મીડિયા પર શેર ન કરવો જોઈએ.

 જો કે ખુદ યુઆઇડીએઆઇ એ જ આધાર નંબર શેર કરવાની મનાઇ કરતાં આધારની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા હતા.

યુઆઈડીએઆઈ એ જણાવ્યુ કે, જેમ કે અન્ય ઓળખ પત્ર પાનકાર્ડ કે ડેબિટ કાર્ડને સુરક્ષા કારણોથી સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર શેર નથી કરવામાં આવતા, તેવી જ રીતે આધાર નંબર પણ ખાનગી સુરક્ષા કારણોસર શેર ન કરવા જોઈએ.
યુઆઈડીએઆઈ દ્વારા આધાર નંબરને સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે અપીલ કરાઈ છે. તેમણે જણાવ્યુ છે કે, આધાર બિલકુલ સુરક્ષિત છે. પરંતુ બીજા ઓળખપત્ર જેવા કે પાનકાર્ડ કે ડેબિટ કાર્ડ સુરક્ષા કારણોસર સોશિયલ મીડિય પર શેર નથી કરાતા તેવી જ રીતે આધાર પણ સુરક્ષા કારણોસર સોશિયલ મીડિયા પર શેર ન કરવુ જાઈએ.
લોકો દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં યુઆઈડીએઆઈ દ્વારા જણાવાયુ છે કે, સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર નહીં કરવાની સલાહનો મતલબ એવો નથી કે આધાર સુરક્ષિત નથી. આધાર બિલકુલ સુરક્ષિત છે અને લોકો તેનો ગભરાયા વિના ઉપયોગ કરી શકે છે. પરંતુ જેવી રીતે આપણે અન્ય ઓળખપત્ર ની ઓળખ ગુપ્ત રાખીએ છીએ તેવી જ રીતે આધારની પણ ગુપ્તતા જાળવી રાખવી જોઈએ.