Not Set/ RTGS ની સુવિધા 26 ઓગષ્ટથી શરૂ, પેમેન્ટનો સમય બદલાયો, જાણો

ભારતીય રિઝર્વ બેંકે બુધવારે જણાવ્યું હતું કે, આરટીજીએસ દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરવાની સુવિધા 26 ઓગષ્ટથી સવારે 8 વાગ્યાની જગ્યાએ સવારે 7 વાગ્યે મળશે. હાલમાં ગ્રાહકોનાં વ્યવહારો માટે રીઅલ ટાઇમ ગ્રાસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમ સવારે 8 થી સાંજનાં 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. બેંકો વચ્ચે વ્યવહાર સવારે 8 થી રાત્રે 7.45 સુધી ઉપલબ્ધ હોય […]

Business

ભારતીય રિઝર્વ બેંકે બુધવારે જણાવ્યું હતું કે, આરટીજીએસ દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરવાની સુવિધા 26 ઓગષ્ટથી સવારે 8 વાગ્યાની જગ્યાએ સવારે 7 વાગ્યે મળશે. હાલમાં ગ્રાહકોનાં વ્યવહારો માટે રીઅલ ટાઇમ ગ્રાસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમ સવારે 8 થી સાંજનાં 6 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે. બેંકો વચ્ચે વ્યવહાર સવારે 8 થી રાત્રે 7.45 સુધી ઉપલબ્ધ હોય છે.

આરબીઆઈએ નોટિફિકેશનમાં કહ્યું છે કે, આઈટીજીએસ સિસ્ટમની ઉપલબ્ધતા વધારવા માટે આરટીજીએસ કામગીરી માટેનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રાહકો અને બેંકો માટે આ સવારે 7 વાગ્યાથી પ્રારંભ થશે. આ વ્યવસ્થા 26 ઓગષ્ટથી લાગુ થશે. આ મહિનાની શરૂઆતમાં, આરબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આ વર્ષનાં ડિસેમ્બરથી રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી) દ્વારા 24 કલાક નાણાં મોકલવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, NEFT બીજા અને ચોથા શનિવારને છોડી ગ્રાહકો માટે સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. NEFT હેઠળ, જ્યા બે લાખ રૂપિયા સુધીની રકમ મોકલવામા આવે છે, ત્યા આ રકમ કરતા વધુ મોકલવા માટે આરટીજીએસનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.