Lifestyle: તરબૂચ અને સક્કરટેટી આ ઉનાળા (Summer Season)ના એવા ફળો છે જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, આપણા શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો કે, ફ્રીઝ (Refrigerator)માંથી બહાર કાઢ્યા પછી તરબૂચ કે ટેટી (Cold Watermelon or Muskmelon)નું તરત જ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે?
ગરમીની શરુઆત થઇ ગઈ છે…ઉનાળો હવે જામ્યો છે! આ સંજોગોમાં, કંઇક ઠંડુ-ઠંડુ ખાવા-પીવા મળે તો મજા પડી જાય! ઘર-ઘરમાં ઠંડા પીણા અને આહારની ડિમાન્ડ થવા લાગે છે જેમ કે, શેરડીનો રસ, છાશ, લીંબુ પાણી,લસ્સી, દ્રાક્ષ, ટેટી અને તરબૂચ…બધાના ઘરમાં હવે તરબૂચનું આગમન તો થઇ જ ચૂક્યું હશે! પણ સ્વાસ્થના ભોગે ઠંડુ ખાવું યોગ્ય છે કે નહિં એ વિશે ઘણા લોકો જાણતા નથી હોતા!

ઠંડા તરબૂચનું સેવન કરવું કે નહિં? (Consumption of Cold Watermelon)
જો કે,તરબૂચ અને શક્કરટેટી ખાતી વખતે ઘણી વાર અજાણતા જ કેટલીક ભૂલો વારંવાર કરવામાં આવતી હોય છે. મોટાભાગના લોકોને એ તો ખબર છે કે, સમારેલા ફળોને લાંબા સમય સુધી રાખી મૂકવાથી વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિચાર કર્યો છે ખરો કે, ફ્રીઝમાંથી બહાર કાઢ્યા પછી તરબૂચ કે ટેટીનું તરત જ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસરો થાય છે? તેના ઠંડક પ્રદાન કરવાના ગુણધર્મને કારણે, ગરમીની સિઝનમાં તેને ખાવાનું લોકો ઘણું જ પસંદ કરે છે. પણ શું ખરેખર આ રીતે ફ્રીઝમાં ઠંડુ કરીને તેનું સેવન કરવું યોગ્ય છે ખરું? તો જાણીએ, એક્સપર્ટ પાસેથી એ વિશે વિસ્તૃત રીતે…
તરબૂચની સૌથી મોટી વિશેષતા છે તેમાં ભરપૂર માત્રામાં પાણી (Water) હોય છે. ઉનાળાની ગરમ ઋતુ દરમિયાન, સૌને વધુ પડતો પરસેવો થતો હોવાથી શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણીથી ભરપૂર આહાર લેવાની ભલામણ કરવામાં આવે છે. આ કારણોસર, તરબૂચનું ઉનાળામાં વેચાણ અને સેવન પણ વધી જાય છે. આ સંજોગોમાં એક્સપર્ટ પાસેથી જાણીશું કે, ફ્રીઝમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તરબૂચ કે ટેટીનું સેવન કરવું યોગ્ય છે ખરું?
ફ્રીઝમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તરબૂચ ખાવું કે નહિં? (Eating Watermelon from Fridge)
આહાર નિષ્ણાત (Dietitian)ના મતે, ફ્રીઝમાંથી બહાર કાઢ્યા પછી તરત જ તરબૂચ ખાવાથી આ હૅલ્થ સમસ્યાઓ (Health Problems) થઇ શકે છે.

1. ગળું દુ:ખવું
રેફ્રિજરેટરમાં રાખી મૂકેલું વધારે પડતુ ઠંડુ તરબૂચ કાઢીને તરત જ ખાવાથી નિષ્ણાતોના મતે, કેટલાક લોકોને ગળામાં દુ:ખાવો થવાની ફરિયાદ રહે છે. આ ઉપરાંત, ખાંસી (Cough) પણ થઇ શકે છે વળી જે લોકો લાંબા સમય સુધી એસીની ઠંડી હવામાં રહેતા હોય કે પછી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો પણ ગળામાં ખારાશ (Sore Throat)ની ફરિયાદ રહે છે.
2. શરીરના તાપમાનને ખલેલ પહોંચે
આહાર નિષ્ણાતનું મંતવ્ય છે કે, તરબૂચ એક હાઇડ્રેટિંગ અને ઠંડક આપતું ફળ (Fruit) છે પરંતુ, વધારેપડતા ઠંડા તરબૂચનું સેવન કરવું અથવા તો સીધું જ ફ્રિઝમાંથી કાઢીને બરફ જેવું ઠંડુ કરેલું તરબૂચ સ્વાસ્થ્ય માટે ઉપયોગી માનવામાં આવતું નથી.
વાસ્તવમાં, જ્યારે પણ તમે ઠંડા તરબૂચ અથવા તો અત્યંત ઠંડી વસ્તુઓનું સેવન કરતા હો ત્યારે શરીરને તેનું નોર્મલ ટેમ્પરેચર જાળવવા માટે વધારાની એનર્જી ફાળવવી પડે છે અને એના પરિણામે, થોડાક સમય સુધી પાચન (Digestion) ધીમું પડી જાય છે. આથી, કેટલાક લોકોને ગેસ, પેટ ફૂલવું (Gas or Bloating) અથવા પેટ ભારે લાગવું જેવી સમસ્યાઓ અનુભવાય છે. જો કોઈ વ્યક્તિના આંતરડા અગાઉથી જ સંવેદનશીલ હોય અને જો એ આ રીતે તરબૂચનું સેવન કરે છે, તો આવા હૅલ્થ પ્રોબ્લેમ્સ તેઓને વધુ થાય છે!

3. લાંબો સમય સ્ટોર ન કરવું
એક્સપર્ટના મતે, મોટાભાગના લોકો તરબૂચને ફ્રીઝમાં સમારીને ઘણા લાંબા સમય સુધી સંગ્રહ (Store) કરી રાખે છે. આવી ભૂલ કરવાથી, એમાં બેક્ટેરિયાના વિકાસ (Bacterial Growth)માં વધારો થાય છે અને તેના પોષક તત્વો, વિશેષ કરીને, વિટામિન સી ઓછું થઇ જાય છે. આથી લાંબો સમય સમારેલું તરબૂચ ફ્રીઝમાં મૂકવાનું ટાળવું જોઇએ.
આટલું ધ્યાન રાખો
તરબૂચ ખાવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ જણાવતા નિષ્ણાત કહે છે કે, તરબૂચને થોડો સમય ઠંડુ કરીને અથવા તો રુમ ટેમ્પરેચર પર રાખીને ખાવું શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઇ પણ ફળને જો પહેલાથી જ સમારીને રાખવામાં આવ્યું હોય, તો તેને સમયસર ખાવું યોગ્ય રહેશે.
આ પણ વાંચો: ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!
આ પણ વાંચો: આ 5 ફળોમાં સૌથી વધુ જંતુનાશકો હોય છે, ડૉક્ટર મુજબ – ‘ખાતી વખતે સાવધાની રાખો’!
આ પણ વાંચો: પપૈયાની પ્રકૃતિ ગરમ હોય છે….તો પછી ગરમીમાં એનું સેવન કરવાની સલાહ આહાર નિષ્ણાતો કેમ આપે છે?

