આજે છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે આ દિવસની ઉજવણીની દુનિયાભરમાં લુપ્ત થતી આ જાતિઓને બચાવવા લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશયથી આ દિવસ પ્રથા શરૂઆત થઈ હતી.
આ પણ વાંચો : સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો…
આ દિવસને ગ્લોબલ ટાઇગર ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. દેખાવમાં આ જેટલા સુંદર લાગે છે, તે તેના કરતા ખરેખર વધુ ભયાનક છે. આ પછી પણ, ઘણાં લોકોએ તેને કોઈક સમયે કે બીજા સ્થળે રાખવાનું વિચાર્યું હશે. પરંતુ શું તમે ખરેખર ઘરે કૂતરો કે બિલાડીની જેમ વાઘ રાખી શકો છો? ચાલો આજે આ વિશે આંતરરાષ્ટ્રીય ટાઇગર ડે નિમિત્તે તમને જણાવીએ.

વાઘ અને સિંહને ભારતમાં કાનૂની પરવાનગી વગર રાખી શકાતા નથી. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આ પ્રાણીઓના વ્યક્તિગત ઉછેરની મંજૂરી નથી. જો તમારે હજી પણ સિંહ કે વાઘ રાખવા માંગતા હોય, તો રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન પાસેથી પરવાનગી લેવી પડશે. તમારે આ પ્રાણીની દરેક જરૂરિયાત પૂરી કરવી પડશે. આ ઉપરાંત સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પણ કરવી પડશે. જો કોઈ અકસ્માત થાય તો તેના માટે તમે જવાબદાર હશો. જો તમારા ઘરની દિવાલ ભૂકંપમાં તૂટી ગઈ અને વાઘ દિવાલ તોડીને નાસી ગયો હતો અને કોઈનો જીવ લીધો, તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આ પણ વાંચો : પીએમ મોદી NEP ના એક વર્ષ પછી દેશને સંબોધન કરશે, શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો શરૂ કરશે

આંતરરાષ્ટ્રીય ટાઇગર ડેનો ઇતિહાસ
આપને જણાવી દઈએ કે વાઘ વિશ્વના 13 દેશોમાં જ જોવા મળે છે, જ્યારે તેના 70 ટકા વાઘ ફક્ત ભારતમાં છે. વર્ષ 2010 માં ભારતમાં વાઘની સંખ્યા 1 હજાર 700 જેટલી પહોંચી ગઈ હતી. જે બાદ વર્ષ 2010 માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં લોકોમાં વાઘ વિશે જાગૃતિ લાવવા માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટાઇગર ડેની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરિષદમાં ઘણા દેશોએ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
આ પણ વાંચો :ભારતીય પુરુષ હોકી ટીમ આર્જેન્ટિનાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
મહત્વનું છે કે, બિજનૌરના કાલાગઢ ખાતે કોર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘોની સંખ્યા 250 થઈ ગઈ છે. 48 વર્ષ પહેલા કોર્બેટ નેશનલ પાર્કમાં વાઘ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. વાઘોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય વાઘ પ્રાધિકરણની ગાઈડલાઈન મીલનો પથ્થર સાબિત થઈ છે.

1972માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બન્યા બાદ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં 1 એપ્રિલ, 1973ના રોજ વાઘ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. સૌથી પહેલા નેશનલ પાર્કના ઢિકાલા ઝોનમાં તેને લાગુ કરવામાં આવી હતી. તે સમયે આખા દેશમાં માત્ર 268 વાઘ જ ઉપસ્થિત હતા.
આ પણ વાંચો :પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવીને ઓલિમ્પિકની જીતની હેટ્રિક પૂર્ણ કરી
હાલ ફક્ત કોર્બેટ ટાઈગર રિઝર્વમાં જ 250 વાઘ ઉપસ્થિત હોવાનો દાવો વન વિભાગના અધિકારીઓ કરે છે. વાઘોના સંરક્ષણ માટે ચલાવવામાં આવતી વાઘ પરિયોજનાને રાષ્ટ્રીય વાઘ પ્રાધિકરણ દ્વારા મળતા દિશા-નિર્દેશોથી ગતિ મળી. કોર્બેટ ટાઈગર રિઝર્વમાં વાઘોના સંરક્ષણ માટે થયેલા કામોના કારણે ત્યાં સમૃદ્ધ વન અને તેમાં રહેલા શાકાહારી જીવ વાઘોના અસ્તિત્વ માટે ખાસ છે.

કોર્બેટ ટાઈગર રિઝર્વ વચ્ચેથી પસાર થતી રામગંગા નદી વન્યજીવો માટે લાઈફ લાઈન છે. આ નદી દ્વારા જ વાઘને કાલાગઢથી ઢિકાલા સુધી પૂરતું પાણી મળી રહે છે. રામગંગા નદીની ઘાટી અને શિવાલિકની પહાડીઓમાં વાઘોનું વિચરણ સામાન્ય છે.
આ પણ વાંચો :અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ, 6 લોકોનાં મોત
