ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો કેટલાક લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે, તો કેટલાક લોકો ફિલ્મ જોયા બાદ તેના વખાણ કરતા થાકતા નથી. ‘ધ કેરળ સ્ટોરી’ના વિવાદ પર અત્યાર સુધી ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પણ ફિલ્મ ધ કેરળ સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધો છે. તાજેતરમાં ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રી અદા શર્માનો માર્ગ અકસ્માત થયો હતો.
જાનથી મારી નાખવાનો પ્રયાસ
જણાવી દઈએ કે અદા શર્મા હાલમાં તેની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં સામેલ થવા માટે કરીમનગર જવાના હતા, પરંતુ તેમનો માર્ગ અકસ્માત થયો. જે બાદ કેટલાક લોકો કહે છે કે આ અકસ્માત નથી, અભિનેત્રી અને નિર્દેશકને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ સત્ય શું છે તે કોઈને ખબર નથી પડી. હવે અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે.
I'm fine guys . Getting a lot of messages because of the news circulating about our accident. The whole team ,all of us are fine, nothing serious , nothing major but thank you for the concern ❤️❤️
— Adah Sharma (@adah_sharma) May 14, 2023
Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj
— Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023
અદા શર્માનું સ્વાસ્થ્ય અપડેટ –
અદા શર્માએ ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું, ‘મિત્રો, હું ઠીક છું, અમારા અકસ્માતના સમાચારને કારણે ઘણા સંદેશા મળી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર. આ પહેલા ‘ધ કેરળ સ્ટોરી’ના ડાયરેક્ટરે માર્ગ અકસ્માત અંગે માહિતી આપી હતી.
બોક્સ ઓફિસ –
અદા શર્માની ફિલ્મ ધ કેરળ સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ-
આ ફિલ્મમાં અદા શર્માની સાથે યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને વિપુલ શાહ નિર્માતા છે.
આ પણ વાંચો:પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની આવતીકાલે સગાઈ, પ્રિયંકાની માતાએ આપી આ પ્રતિક્રિયા, કહી મોટી વાત
આ પણ વાંચો:હોસ્પિટલમાં દાખલ થયો સિંગર પેપોન, બેડ પરથી શેર કરી ઈમોશનલ નોટ
આ પણ વાંચો:આગ કે કાવતરું! જે સ્ટુડિયોમાં તુનિષા શર્માનો મળ્યો હતો મૃતદેહ,તેબળીને થયો રાખ
આ પણ વાંચો:અબ્દુ રોજિક વિરુદ્ધ નોંધાઈ FIR, રેસ્ટોરન્ટમાં પિસ્તોલ લોડ કરતા મળ્યો હતો જોવા
