મલેશિયાના કિંગ સુલતાન મોહમ્મદ પાંચમાંએ શાહી ગાદી છોડી દીધી છે , ત્યારબાદ તેમના ફોટા રશિયાની મોડલ સાથે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. જો હજુ સુધી આ લગ્ન વિશે શાહી ઘરમાંથી કોઈએ પુષ્ટિ કરી નથી.
મલેશિયાના કિંગ સુલતાન મોહમ્મદે રવિવારે અચાનક શાહી પદ છોડી દીધું હતું. ત્યારબાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે મલેશિયાના કિંગે રશિયાની ૨૫ વર્ષીય મોડલ સાથે લગ્ન કરવાને લીધે આ કદમ ઉઠાવ્યો છે. તેઓ આ મોડલ સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા.
વર્ષ ૨૦૧૫માં મિસ મોસ્કો રહી ચુકેલી ૨૫ વર્ષીય ઓક્સાના વોવોદીનાએ મલેશિયાના કિંગ સુલતાન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ચુક્યા હતા.મલેશિયાના કિંગ મુહમ્મદ હાલ ૪૯ વર્ષના છે. એટલું જ નહી પણ મલેશિયાના પ્રથમ મહિલા ઓક્સાનાએ ખ્રીસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવી દીધો હતો.
ઓક્સાનાનું નામ હવે રિહાના થઇ ગયું હતું.સુલતાન અને ઓક્સાનાના લગ્ન મોસ્કોના એક શાહી વિસ્તારમાં થયા હતા.ઓક્સાનાના પિતા ડોક્ટર છે. ઓક્સાના ચીન અને થાઈલેન્ડમાં પણ મોડલિંગ કરી ચુકી છે.
