Gujarat Weather/ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી છે. અહીં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાતમાં આગામી સાત દિવસ, એટલે કે 22 જુલાઈથી 27 જુલાઈ, 2025 સુધી, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ અને ગાજવીજ સાથેના વાતાવરણની શક્યતા છે. હાલમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર હવામાનની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ,ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી છે.આ સિવાય આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, અને મહીસાગરમાં ભારે વરસાદની સંભાવના. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ પણ નોંધાઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમા છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, અને તાપીમાં ભારે વરસાદની આગાહી. આ વિસ્તારોમાં પણ ગાજવીજની શક્યતા રહેશે.એટલુજ નહીં સૌરાષ્ટ્ર અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના. આ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને મૂશળધાર વરસાદની આગાહી છે.

અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી છે. અહીં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ તીવ્ર રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ગાજવીજ અને ઝાંખરા વાતાવરણને કારણે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર

આ પણ વાંચો:  સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: ઉત્તર અને દક્ષિણ ગુજરાત વરસાદની શકયતા , 11 તારીખે રાજ્યના અનેક પ્રાંતમાં વરસાદની શકયતા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ રહેશે, અમદાવાદમાં વરસાદની શકયતા