ન્યુયોર્ક
અમેરિકામાં એક એવી શોધને મંજુરી મળી છે જેના કારણે દિવ્યાંગો ઘણો ફાયદો થઇ શકે છે.અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (એફસીસી) એ ગૂગલને હાથના ઈશારા ઓળખતા સોલી સેન્સર બનાવવાની મંજૂરી આપી દીધી છે. ગુગલે આ સેન્સર માટે 57-64GHz ફ્રીક્વન્સી બેન્ડ પર કામ કરવા માટે પરવાનગી માંગી હતી.જે તેને મળી ગઇ છે.
સોલી સેન્સર રડાર સિગ્નલ પર કામ કરે છે.
રડાર મોશન આધારિત આ સેન્સરનો ઉપયોગ વાયરેબલ્સ, કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકાશે. એવું માનવામાં આવે છે કે આનો સૌથી મોટો ફાયદો દિવ્યાંગોને મળશે.
આ સેન્સર મોબાઇલ કે કમ્પ્યુચર જેવા સાધનોમાં ઇન્સ્ટોલ થશે અને તેના હાથની ફીંગર પ્રિન્ટ્સ સાથી લીંક કરવામાં આવશે.આના કારણે હાથના આંગળાઓને ગેઝેટ્સને ટચ કર્યા વગર પણ ઓપરેટ કરી શકાશે.
એફસીસીએ ગૂગલને હાથના ઈશારા ઓળખનારા સોલી સેન્સર બનાવવાની મંજૂરી આપી છે. આ સેન્સરની મદદથી, વપરાશકર્તા ફક્ત હાથના હાવભાવથી સ્માર્ટફોન, વાયરેબલ્સ અથવા કમ્પ્યુટર્સ ચલાવી શકશે.
ગૂગલે 2015 થી સોલી સેન્સર પર કામ કરવાનું શરૂ કર્યું છે. ગુગલ હવે આ સેન્સર કેવી રીતે લોકઉપયોગી બને તેના પર કામ કરી રહ્યું છે.એ સિવાય આ સેન્સરના ગેરફાયદા જેવા કે અન્ય ઉપકરણ પર આ સેન્સર ની મદદ સાથે કોઈ બીજા ડિવાઇસથી પણ છેડછાડ કરી શકાય છે કે કેમ ? ગુગલ જ્યારે આ ડિવાઇસ બનાવતું હતું ત્યારે ફેસબુક જેવી કંપનીઓએ આ અંગે વિરોધ કર્યો હતો.
