મુંબઈ,
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટ દ્વારા ૧૩ વર્ષ બાદ પોતાનો ચુકાદો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ની વિશેષ અદાલતે શુક્રવારે પુરાવાઓના અભાવે તમામ ૨૨ આરોપીઓને દોષમુક્તકર્યા છે.
Sohrabuddin Sheikh case: All 22 accused acquitted by Special CBI Court in Mumbai due to lack of evidence pic.twitter.com/CSdFvx7f4w
— ANI (@ANI) December 21, 2018
૨૧૦ સાક્ષીઓ થયા રજૂ
Special CBI Court: Govt machinery and prosecution put in a lot of effort, 210 witnesses were brought but satisfactory evidence didn't come and witnesses turned hostile. No fault of prosecutor if witnesses don't speak https://t.co/BjjlLhZ0PY
— ANI (@ANI) December 21, 2018
CBIની કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું, “સરકાર અને ઇન્વેસ્ટીગેશન એજન્સીઓ દ્વારા આ કેસની તપાસ માટે ખુબ મહેનત કરવામાં આવી છે અને આ માટે કુલ ૨૧૦ સાક્ષીઓને રજૂ કરાયા છે, પરંતુ કોઈ પણ પ્રકારના યોગ્ય પુરાવાઓ સામે આવી શક્યા નથી. આ સાથે જ કોર્ટ દ્વારા તમામ ૨૨ આરોપીઓને આરોપમુક્ત કર્યા છે”.
પુરાવાની હતી જરૂરત
Special CBI Court: Govt machinery and prosecution put in a lot of effort, 210 witnesses were brought but satisfactory evidence didn't come and witnesses turned hostile. No fault of prosecutor if witnesses don't speak https://t.co/BjjlLhZ0PY
— ANI (@ANI) December 21, 2018
CBI કોર્ટના જજ એસ જે શર્માએ પોતાનો ચુકાદો આપતા કહ્યું, “અમને આ વાતનું દુઃખ છે કે, આ કેસમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરંતુ કાયદો અને સિસ્ટમને કોઈ પણ પ્રકારનો આરોપ સાબિત કરવા માટે યોગ્ય પુરાવાઓની જરૂરત હોય છે”.
ષડયંત્રનો નથી કોઈ સબૂત : CBI કોર્ટ
Sohrabuddin Sheikh case: Special CBI judge observed in his order that all the witnesses and proofs are not satisfactory to prove conspiracy and murder, the court also observed that circumstantial evidence is not substantial #Mumbai pic.twitter.com/QNOtMVrZpU
— ANI (@ANI) December 21, 2018
કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “આ કેસમાં જે પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા છે તે કોઈ પણ કાવતરું કે હત્યાને સાબિત કરવા માટે જરૂરી નથી.
૨૨ લોકો સામે ચાલી રહ્યો હતો કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫-૦૬માં કરવામાં આવેલા કથિત એન્કાઉન્ટર કેસમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિને મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મામલે રાજકારણ તેમજ પ્લીસના ઉચ્ચ અધિકારીઓની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા.
૧૩ વર્ષ પહેલા થયેલા આ કથિત એન્કાઉન્ટરના મામલે ૨૨ લોકો સામે કેસ ચાલી રહ્યો છે, જેમાં સૌથી વધુ પોલીસ કર્મીઓ છે.

આ ચર્ચિત એન્કાઉન્ટરની વાત કરવામાં આવે તો, આ કેસમાં ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને તે સમયના રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ આરોપીઓમાં શામેલ હતા, પરંતુ ત્યારબાદ તેઓને ૨૦૧૪માં આરોપ મુક્ત કરાયા હતા.
આ એન્કાઉન્ટર મામલે ચાલુ મહિનાની ચાલુ મહિનાની શરૂઆતમાં જ તમામ સુનાવણીઓ પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જજ એસ જે શર્માએ કહ્યું હતું કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે ૨૧ ડિસેમ્બરના રોજ ચુકાદો આપવામાં આવશે.

આ પહેલા CBIની ચાર્જસીટમાં દાખલ કરાયેલા ૩૮ લોકોમાંથી ૧૬ને નિર્દોષ મુક્ત કર્યા હતા. જેમાં અમિત શાહ, ૨૦૦૫માં રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પી સી પાંડે અને ડી જી વણઝારા શામેલ છે.
શું છે આ મામલો ?

CBIના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સંબંધ રાખનારા કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેઓના સહયોગી તુલસી પ્રજાપતિને ગુજરાત પોલીસ દ્વારા એક બસમાંથી અગવા કરવામાં આવ્યા હતા, જયારે તેઓ ૨૨ અને ૨૩ નવેમ્બર ૨૦૦૫ દરમિયાન રાત્રિન સમયે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા.
અપહરણ કરાયા બાદ સોહરાબુદ્દીન શેખની ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ અમદાવાદ પાસે કથિત એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ પછી જ તેની પત્ની કૌસરને પણ મારવામાં આવી હતી અને તેનો મૃતદેહ સગેવગે કરાયો હતો.
