રાજ્યભરમાં આગ લાગવાની ઘટનાઓતો જાણે આમ બની ચૂકી છે. આગની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો નથી. તાજેતરમાં રાજકોટમાં શિવાનંદ હોસ્પિટલમાં પણ મોડી રાત્રે આગ લાગી હતી ત્યારે ફરી એક વખત અમદાવાદમાં પણ ગઈ રાત્રે 1 વાગ્યા આસપાસ વટવા રેલવે ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીઓમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ જોતજોતામાં એટલી વિકરાળ બની હતી કે આસપાસની અન્ય 4 કંપનીઓને પણ પોતાની ચપેટમાં લઈ લીધી હતી.
આ આગ 6 કંપનીઓમાં ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની કુલ 40 ગાડીઓ તેમજ 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. મહા મહેનતે ત્રણ કલાક પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી તેમજ કેટલું નુકસાન થયું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કંપનીમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ હતી કે દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી. અને ધુમાડાના ગોટેગોટા છૂટી રહ્યા હતા. કેમિકલના જથ્થામાં આગ લાગી હોવાના કારણે ધડાકા થયા હોવાથી ઇસનપુર સુધી આ આગના ધડાકા સંભળાયા હતા. આ ઘટનાના કારણે વટવા અને વીંઝોલ વિસ્તારના નાગરિકો જાગી ગયા હતા.
અમદાવાદ ના ઓદ્યોગિક વિસ્તારોમાં આગ ફાટી નીકળી એ જાણે એક સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે દર વખતે લોકોમાં આ વીમો પકવવા માટે આગ લાગી હોવાનું ચર્ચાતું હોય છે. તેમ છતાં હજી સુધી આ મામલે એવા કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી કે લોકો આમ કરતાં અટકે. તેમજ ફાયર સેફ્ટીને લઈને નિયમોનું પાલન થતું ન હોય તેના કારણે પણ આગ લાગતી હોય છે, કાયદોતો કડક બનાવવામાં આવે છે પરંતુ તેની અમલવારી કરવામાં આવે તો જ અર્થ સરશે એવું સામાન્ય લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
રાજ્યમાં ફાયરસેફ્ટીના નિયમનો અમલ કડકાઈથી કરવામાં આવે તો જ લોકોની મિલકતને બચાવી શકાય તેમ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ફાયર સેફટી માટેના નિયમ અમલમાં લાવવામાં આવ્યા હતા. આ નિયમ સબબ દરેક બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર સેફટી માટે એનોસી મેળવવું ફરજીયાત કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રાઇવેટ અને જરૂરી તાલીમ બાદ ફાયર ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપવામાં આવશે અને આવા ફાયર સેફટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક કબજેદાર વ્યક્તિ તરફ વગેરે પાસેથી એન.ઓ.સી મેળવવાનું રહેશે તેમજ દર છ મહિને રીન્યુ કરવાનું રહેશે. આ માટે સરકારની નિર્દેશિકા પ્રમાણે તાલીમ બાદ તેમને ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
