Not Set/ હવે કુમાર કાનાણીનાં પુત્ર વિવાદમાં ફસાયા, આક્ષેપો કરતો LRD મહિલાનો ઓડિયો થયો વાઇરલ

લાગે છે કે, હાલનાં સમયમાં રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને તેના પરીવારનો વિવાદ સાથે સાગમટે વ્યાવહાર થઇ ગયો છે. જી હા ફરી એકવાર કાનાણી વિવાદમાં જોવમા આવી રહ્યા છે. પરતું આ વખતે રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી નહીં તેમના પુત્ર અને પુત્રનાં મિત્રોનાં નામનો વિવાદમાં જોવામાં આવી રહ્યા છે. જી હા, સુરતમા પોસ્ટર – કોરોના જેવા અનેક મુદ્દે વિવાદમાં […]

Gujarat Surat

લાગે છે કે, હાલનાં સમયમાં રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને તેના પરીવારનો વિવાદ સાથે સાગમટે વ્યાવહાર થઇ ગયો છે. જી હા ફરી એકવાર કાનાણી વિવાદમાં જોવમા આવી રહ્યા છે. પરતું આ વખતે રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી નહીં તેમના પુત્ર અને પુત્રનાં મિત્રોનાં નામનો વિવાદમાં જોવામાં આવી રહ્યા છે. જી હા, સુરતમા પોસ્ટર – કોરોના જેવા અનેક મુદ્દે વિવાદમાં ફસાયા બાદ રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાનીનાં પુત્ર સુરત મહિલા લોકરક્ષક સાથે દુર્વ્યવહાર કર્યાનાં આરોપ સાથે વિવાદમાં સપડાયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

સુરત મહિલા લોકરક્ષક સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર અને મિત્રોનાં નામનો ઉલ્લેખ ઓડિયોમાં સાંભળવામાં આવી રહ્યો છે. 365 દિવસ ડ્યુટીમાં ઉભી રખાવીશ તેવી ધમકી આપ્યાની ટિપ્પણીનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે.

મહિલા લોકરક્ષક સુનિતા યાદવનો પણ પિત્તો છટક્યો હોય તેવી રીતે પ્રધાનમંત્રી મોદીને ઉભા રાખવાની સત્તા છે અમારામાં એવુ સુનિતા યાદવ બોલતા સંભળાઇ રહ્યા છે. તો સાથે સાથે મહિલા લોકરક્ષક સુનિતા યાદવ, કુમાર કાનાણીના પુત્રને કહે છે કે, “તારા બાપની નોકર છું ?”

સામે આવી રહેલી વિગતો મુજબ ગઇકાલે મોડીરાતે પ્રકાશ કાનાણીના મિત્ર બહાર નીકળ્યા હતા. ફોર વ્હિલર લઇને રાત્રે 10.30 કલાકે જઇ રહ્યા હતા, ત્યારે કોન્સ્ટેબલ સુનિતા યાદવે તેમને રોક્યા હતા. બબાલ થતા મીત્રોએ મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશને બોલાવ્યો હતો. જ્યા આ મહિલા લોકરક્ષક સાથે દુર્વ્યવહાર કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ સબબ મહિલા લોકરક્ષક સુનિતા યાદવનો ઓડિયો વાયરલ થયો છે. 

સુનિતા યાદવ દ્વારા પોતાનાં અઘિકારીને પણ આ મામલે જાણ કરવામાં આવી હોવાનો ઓડિયો પણ વાઇરલ છે, જેમાં કોરોના લોકડાઉનમાં રાત્રે ક્યારે કર્ફ્યું લાગુ થાય અને તમારે શું કરવાનુ કહેવામાં આવ્યું છે તેમજ પૂર્વ શું તમે કર્યું છે તે સબબ કોઇ અજાણ અધિકારી વાત કરી રહ્યા છે. સમગ્ર મામલો જોતા સવાલો થઇ રહ્યા છે કે વિવાગ વકરશે કે દબાય જશે ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews