Surat News/ સુરતમાં જે.કે. સ્વામીની ઠગાઈનો મામલો, ક્રાઇમ બ્રાન્ચે PAનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો

સુરતમાં જે.કે. સ્વામીની ઠગાઈના મામલામાં સ્વામીના પીએનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવામાં આવ્યો છે. લાજપોર જેલમાંથી પીએનો કબ્જો લેવામાં આવ્યો છે. આ ગુનામાં જમીન ખરીદવાના બ્હાને એક કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે. આમ તેમની સામે ઠગાઈનો કેસ દાખલ થયો છે. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી છે. ભાજપના કોર્પોરેટર પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા હતા.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં જે.કે. સ્વામીની ઠગાઈના મામલામાં સ્વામીના પીએનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવામાં આવ્યો છે. લાજપોર જેલમાંથી પીએનો કબ્જો લેવામાં આવ્યો છે. આ ગુનામાં જમીન ખરીદવાના બ્હાને એક કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે. આમ તેમની સામે ઠગાઈનો કેસ દાખલ થયો છે. આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી છે. ભાજપના કોર્પોરેટર પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા હતા.

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે. કે સ્વામી અને તેની ટોળકી દ્વારા સુરતના પુણાગામના તબીબ બાદ ભાજપના કોર્પોરેટર જોડે રૂપિયા 1 કરોડથી વધુની ઠગાઈ આચરતા સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. ક્રાઈમ બ્રાન્ચમાં સ્વામી સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, સ્વામી અને ટોળકી દ્વારા કોર્પોરેટરને રિઝા ખાતે 700 વીઘા જમીનમાં રોકાણના નામે ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. વર્ષ 2015માં બનેલી આ ઘટના બાદ કોર્પોરેટર દ્વારા એક માસ અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે લેખિતમાં અરજી આપવામાં આવી હતી. જે અરજીની તપાસમાં પુરાવા મળી આવતા ગુનો નોંધી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી અને તેની ટોળકી દ્વારા હાલ જ થોડા સમય પહેલા સુરતના પુણાગામ વિસ્તારમાં ક્લિનિક ધરાવતા તબીબ જોડે એક કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે મામલે વરાછા પોલીસ મથકમાં જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં જે.કે સ્વામી અને તેની ટોળકી હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યાં ટોળકી વિરુદ્ધ વધુ એક ગુન્હો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં સુરત ભાજપના વોર્ડ નંબર 22ના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી ટોળકીનો છેતરપિંડીનો ભોગ બન્યા છે. કોર્પોરેટર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર,વર્ષ 2015માં પોતાના મિત્ર મારફતે કોર્પોરેટર સ્વામીના સંપર્કમાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી

આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ

આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો