Gandhinagar News/ રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય

ગુજરાત સરકારે હાલમાં લીધેલા નિર્ણયે પોલીસ તંત્રમાં ચકચાર જગાવી દીધી છે. તેની સાથે સરકારના આ નિર્ણયના લીધે રાજકારણીઓ અને પોલીસ વચ્ચેની જુગલબંધીને પણ મોટો ફટકો પડ્યો છે. આના લીધે વર્ષોથી ચાલી આવતી મિલીભગત બંધ થઈ જશે.

Gandhinagar Breaking News Politics

Gandhinagar News:  ગુજરાત સરકારે હાલમાં લીધેલા નિર્ણયે પોલીસ તંત્રમાં ચકચાર જગાવી દીધી છે. તેની સાથે સરકારના આ નિર્ણયના લીધે રાજકારણીઓ અને પોલીસ વચ્ચેની જુગલબંધીને પણ મોટો ફટકો પડ્યો છે. આના લીધે વર્ષોથી ચાલી આવતી મિલીભગત બંધ થઈ જશે.

આમ હવે પોલીસ કર્મચારીઓની પણ નીતિગત નિમણૂક કરવાની પ્રક્રિયાના લીધે રાજનેતાઓ અને પોલીસ અધિકારીઓ બન્નેને આની ચિંતા સતાવી રહી છે, કારણ કે, અત્યાર સુધી રાજનેતાઓ પોતાની માનીતા અધિકારીઓનું પોસ્ટિંગ પોતાના વિસ્તારોમાં રાખીને પોતાની મનમાની કરતા હતા. પણ હવે એ બધા સેટિંગો ખોરવાઈ જશે. આ નિર્ણયથી રાજકીય બેડામાં અને ખાતાકીય કચવાટની સ્થિતિ સર્જાઈ છે.

સૂત્રો બદલે કહે છે કે, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અનેક પીઆઈ, પીએસઆઈ એવા છે કે જે વર્ષોથી આસપાસના વિસ્તારમાં જ સ્થાયી આ થયેલાં હોય છે. સ્થાનિક કક્ષાના નેતાઓનો હાથ પકડી લઈને ઈચ્છાનુસાર પોસ્ટિંગ મેળવવાની હોડ ચાલતી હોય છે. હવે આ ધંધા નહીં થઈ શકે.

સરકારે લીધેલાં નિર્ણય મુજબ હવે ગુજરાત પોલીસમાં પીએસઆઈ કે પીઆઈ પાંચ વર્ષ સુધી એક ઝોનના જિલ્લામાં હશે તેમની બદલી બીજા રેન્જમાં કરી દેવાશે. હવે જે તે રેન્જના જિલ્લા કે તેની નજીકના જિલ્લામાં કોઈની ભલામણ નહીં ચાલે. કોઈપણ અધિકારી કે કર્મચારી એક જ ઝોન કે જિલ્લામાં રહી શકશે નહીં. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચની નિમણૂકને પણ ધ્યાનમાં લેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસમાં ફરજ બજાવતાબિનહથિયારી પીએસઆઈ અને બિન હથિયારી પીઆઇની બદલી પ્રક્રિયામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પી.આઈ, પીએસઆઈની ત્રણ વર્ષે બદલી કરવાનો નિયમ અમલમાં છે ત્યારે પાંચ વર્ષે રેન્જ બહાર બદલી કરવાના નિર્ણયથી કચવાટની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત પોલીસ નવ રેન્જમાં વિભાજીત છે. હવેથી એક રેન્જમાં પાંચ વર્ષ નોકરી કરી હોય તેવા ૧૦૦૦ પી.આઈ અને પાંચેક હજાર પીએસઆઈને બીજી રેન્જમાં આવતાં જિલ્લામાં ટ્રાન્સફર આપવામાં આવશે.

ફિલ્ડમાં જ કામ કરવાનું થાય છે તેવા ૬,૦૦૦ પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ પોતાનો પરિવાર હોય તેનાથી દૂરના જિલ્લા, શહેરમાં રહીને રહેવા અને ભટકવાનો વખત આવશે. આમ, પાંચ વર્ષમાં બીજી રેન્જમાં બદલીના નિર્ણયથી રાજકીય અને ખાતાકીય, બન્ને સ્તરે કચવાટની સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં બદલીનો મોટો ઘાણવો આવશે તેવી ગણતરીઓ મંડાય છે. વારંવાર જો ઘર ચેન્જ કરવામાં આવે તો પોલીસ પરિવારોના બાળકોના અભ્યાસને પણ અસર થઈ શકે છે.

જો કે નિયમમાં કેટલાક અપવાદરૂપ કિસ્સા જેવાં કે પતિ-પત્નીનો કેસ, ગંભીર બિમારી અને નિવૃત્તિનો સમયગાળો નજીક હોય તો તેવા કેસમાં મેરીટના આધારે વિચારણા કરાશે. પાંચ વર્ષે બીજી રેન્જમાં બદલી થશે એટલે ઓછામાં ઓછા 300 કિલોમીટર દૂર ફરજ બજાવવા જવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી

આ પણ વાંચો:ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, કઈ ટ્રેનોને થઈ અસર

આ પણ વાંચો:સુરતમાં મહુવામાં મધર ઇન્ડિયા ડેમના સુંદર દ્રશ્યો જોવા મળ્યા

આ પણ વાંચો:અમરેલીમાં સતત શોધખોળ બાદ દીપડો પાંજરે પૂરાયો