Surat News: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ મહેરબાન થયો છે. સુરતમાં મહુવામાં મધર ઇન્ડિયા ડેમના દ્રશ્યો જોવા મળ્યા છે. ઉમરાના મધર ઇન્ડિયા ડેમ સોળેકળાએ ખીલ્યો છે. ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરથી અનેક ગામોના લોકોને સલામત સ્થળે ખસવા સૂચના આપવામાં આવી છે.
મહુવા તાલુકાના ઉમરા ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઉપરવાસમાં વર્ષેલ ધોધમાર વરસાદને લઈ પૂર આવ્યું છે. તંત્ર બચાવ કામગીરી કરી રહ્યું છે. ઉમરા ગામે અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ સિઝનમા પહેલી વાર પૂર્ણ કળાએ છલકાઈ ઉઠ્યો હતો.
આ આહલાદક દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં સ્થાનિકો ભારત માતા પુલ પર ઉમટી પડ્યા હતા.
ડેમના પાણી પર નભતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. લોકમાતા અંબિકા નદી પર બનેલા આ ડેમ આસપાસના વિસ્તારમાં પાણી પૂરૂ પાડતો હોવાથી ડેમ વરસાદથી છલકાઇ ગયો છે. લોકોને ભયજનક જગ્યાએથી ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારમાં વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત લીધી છે.
આ પણ વાંચો:અમરેલીમાં સતત શોધખોળ બાદ દીપડો પાંજરે પૂરાયો
આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ
આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી
