Valsad News: વલસાડમાં પૂરથી અસરગ્રસ્ત લોકોએ રાતભર ઉજાગરો કર્યો છે. વલસાડ મોડી રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે. ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી છે. હજુય પરિસ્થિતિ થાળે પડી નથી. આખી રાત લોકોએ મદદની જોઈ રાહ હતી. ઘરમાં ભરાયેલા પાણીમાં અધ્ધર જીવે લોકોએ રાત વિતાવી છે. ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જુદા જુદા વિસ્તારમાં રહેતા અંદાજે 1000 લોકોને સ્થળાંતરીત કરાયા છે. મોડી રાત્રે 9 લોકોને રે્રક્યુ કરાયા હતા. તરીયાવાડ, બરૂડિયા વાડ, પારડી,કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપૂરનો બીજો દિવસ છે. હજુ પણ અસંખ્ય ઘરોમાં પાણી ભરાયા છે. પિચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. ઓરંગા નદી લોકોના ઘરમાંથી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યાં ન તંત્ર ત્યાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ. નદીનું પાણી એક દરવાજેથી બીજા દરવાજાથી નીકળે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદીના પાણીના કારણે રાત ભર લોકોએ ઉજાગરા કર્યા છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. તમામ શાળા-કોલેજ આજે બંધ રહેશે. રેડ એલર્ટને પગલે વલસાડ કલેક્ટરે આદેશ આપ્યા છે. ઔરંગા નદી કિનારા વિસ્તારમાં પાણી ભરાયા છે. બરૂડિયાવાડ, કાશ્મીરાનગરમાં પાણી ભરાયાં છે.
મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં અત્યારે 110,000 ક્યુસેકથી વધુ પાણીની આવક છે. ડેમના તમામ 10 દરવાજા 2.50 મીટર ખોલાયા છે. તબક્કાવાર 140,000 ક્યુસેક પાણી છોડવાની તૈયારી દાખવી છે. બંદર રોડ પીચિંગ અને તરીયાવાળમાં પણ પાણી ભરાતાં ફાયર બ્રિગેડ, NDRF અને પાલિકાની ટીમો તૈનાત કરી દેવાઈ છે.
ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતીકાલે તા. 05-08-2024ને સોમવારના રોજ ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.
— DDO Valsad (@DDO_VALSAD) August 4, 2024
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા