Surat News : સુરતમાં ગેંગ વોરમાં ફાયરિંગ થતા આ વિસ્તારમાં આતંક સાથે ભયનો માહોલ સર્જાો છે. સુરતમાં માથાભારે સુર્યા મરાઠે ગેંગના બે ભાગ પડી ગયા છે. આમ બન્ને ગેંગ જુદી પડી જતા વર્ચસ્વને મામલે તેઓ સામ સામે આવી ગયા છે. જેમાં અખંડ આનંદ રોડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા.
ફાયરિંગની આ ઘટનાને 24 કલાક વીતી જવા છતા હજી સુધી ફરિયાદ નોંધાઈ નથી. બીજીતરફ માથાભારે પિડીત પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયો હતો. જેમાં તેણે ચોક બજાર પોલીસે ફરિયાદ લીધી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ સુરતની ચોક બજાર પોલીસ સામે ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે.
આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ મૌન સેવી લીધું છે. આ બનાવમાં હિતેશ સોલંકી, કુણાલ પાટીલ, સોનું માલિયો અને સુનિલ ગાઉટી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હિસ્ટ્રી શીટર દિપક કુંતાકરના ઘરે પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો
આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા
આ પણ વાંચો: અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ
