કોરોના કાળની અંદર શિક્ષણ વિભાગ માટે કદી ન કલ્પેલી મુશ્કેલીઓ ઉપસ્થિત થઈ હતી. સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ઓનલાઇન ભણવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફરજ પડી હતી. વિવિધ પ્રકારની ફેકલ્ટીને વિવિધ પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની વાર્ષિક સાધારણ સભા આગામી તારીખ 19 ને શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે મળનારી છે. આ સામાન્ય સભામાં વિવિધ ફેકલ્ટીના હજારો વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરતો ઠરાવ પસાર કરવાની સાથોસાથ પ્રશ્નોત્તરીના સમયગાળામાં કોંગ્રેસ સમર્થિત સભ્યો પણ નીદતભાઈ બારોટ, પ્રિયવદન કોરાટ, લીલાભાઈ કડછા અને તોસીફ પઠાણે સવાલોની સટાસટી બોલાવી છે. આ ચાર સભ્યોએ કુલ 41 સવાલ પૂછ્યા છે.
ahmedabad / અમદાવાદમાં 20 વર્ષ બાદ બન્યા વહીવટદાર, 8 માં વહીવટદાર તરીકે…
આગામી બેઠકમાં એક દિવસમાં સેનેટની સભામાં કાર્યવાહી પૂર્ણ થાય તો બીજે દિવસે પણ તે ચાલુ રાખવી તેવો નિર્ણય લેવાયો છે.
સૌથી વધુ 20 સવાલ પૂછનાર ડોક્ટર નીદત બારોટે સૌથી વધુ સવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇકયુએસી વિભાગને લગતા પૂછ્યા છે.2016 થી 2020 દરમિયાન કુલ પાંચ બેઠકો મળી છે અને તેમાં મોટાભાગના સભ્યો ગેરહાજર રહેતા હોય છે. ચાર કર્મચારીના સ્ટાફમાં એક કાયમી અને ૩ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે.
political analysis / કેરલ માટે 2021 માં પરિવર્તન કે પૂનરાવર્તન ?…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કાયમી કર્મચારી પાછળ વાર્ષિક 12 લાખ 25 હજાર અને કોન્ટ્રાક્ટ બેઈઝ ત્રણ કર્મચારીઓ પાછળ વાર્ષિક રૂપિયા 6,85,200નો ખર્ચ કરવામાં આવે છે.પ્લેસમેન્ટવાળા કર્મચારીઓની પાછળ કેટલો ખર્ચ થાય છે તેની કોઇ વિગત અમારી પાસે નથી તેમ કહીને યુનિવર્સિટીના સત્તાધીશો છટકી ગયા હતા. આવી જ રીતે પગાર ઉપરાંત આ ડિપાર્ટમેન્ટમાં વધારાનો કેટલો ખર્ચ થાય છે તેનો જવાબ પણ અપાયો નથી.આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વોકેશન વિભાગના બાંધકામને લગતી ફરિયાદ પણ સેનેટની સભામાં ઉઠાવવામાં આવશે. અત્યાર સુધીમાં આ બાબતે ચાર ફરિયાદ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ દ્વારા તપાસ કર્યા બાદ કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી આ મુદ્દે સેનેટની સભામાં ભારે હોબાળો મચી જશે તેમ જણાઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇજનેર તરીકે અગાઉ ફરજ બજાવતા ડાંગશીયાની વિવાદાસ્પદ ભૂમિકા બાબતે પણ સવાલ પૂછવામાં આવ્યો છે.
મારું મંતવ્ય / કોંગ્રસના ચાણક્ય અને દિગ્ગજ રણનિતીકાર એટલે અહેમદ પટેલનો સમગ્…
આ અધિકારી નિવૃત્ત થઇ ગયા પછી પણ છેલ્લા છ મહિનાથી તેને એક યા બીજા બહાના હેઠળ દર મહિને સરેરાશ રૂપિયા 20,000 ચુકવણુ થાય છે. ગયા નવેમ્બર માસથી નિયમિત રીતે નિવૃત્ત અધિકારીને નાણા ચૂકવાય છે અને તે બાબતે સેનેટની સભામાં ભારે હોબાળો મચશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.નાના-મોટા વિવિધ વિભાગોના પ્રશ્નો સાથે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સિનિયર સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટના મેમ્બર ડો. પ્રિયવદન કોરાટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્થિક પરિસ્થિતિ બાબતે સવાલો પૂછ્યા છે. આ સવાલના જવાબમાં યુનિવર્સિટી જણાવ્યું છે કે બેંકમાં રૂપિયા 13.50 કરોડ અને ફિક્સ ડિપોઝીટના સ્વરૂપમાં 90.34 કરોડ યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ છે.લીલાભાઈ કડછાએ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતના મેદાનોના મુદ્દાઓને પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં ઉજાગર કર્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
