Narmada News/ વિકસિત ગુજરાતને શર્મ સાર કરતો વિડીયો થયો વાયરલ

ગર્ભવતી મહિલાને ખુલ્લા જંગલમાં પ્રસવ પીડા ઉપડી

Top Stories Gujarat

Narmada News : નર્મદામાં વિકસિત ગુજરાતને શર્મ સાર કરતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં એક મહિલા ખુલ્લા જંગલમાં બાળકને જન્મ આપવા મજબૂર બની હતી. આ બનાવની વિગત મુજબ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાને લાકડાના બે દંડા વચ્ચે ઝોલી બનાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

બીજીતરફ મહિલાને હોસ્પિટલ જતા રસ્તામાં જંગલમાં જ પ્રસવ પીડા ઉપડી હતી. જેને કારણે મહિલાએ ખુલ્લા જંગલમાં બાળકને જન્મ આપ્યો હતો. આ ખુલ્લા જંગલમાં 10 કિલોમીટરમાં રસ્તો ન હોવાથી લોકો ભારે મુસ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને કારણે કોઈ વાહનોની અવરદવર પણ થઈ શકતી નથી.

અહીંના ચાપટ ગામમાં ત્રણ પેટા ફળિયા છે. જેમાં એક ચાપટ ફળિયુ, બીજું તીલખડી અને ત્રીજુ ગમડ ફળિયાનો સમાવેશ થાય છે. જેને પગલે ગ્રામજનોએ વિડીયો બનાવીને પોતાની પીડા વ્યક્ત કરી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો: મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા