Rajkot News/ રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

રાજકોટ લોધિકા મોટાવાળા સરકારી શાળાની વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં 17 દિવસથી ફરાર ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણઅધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ લોધિકા મોટાવાળા સરકારી શાળાની વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં 17 દિવસથી ફરાર ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણઅધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા છે. આચાર્ય સહિત આ ફરાર શિક્ષકોના આગોતરા જામીન રદ થયા છે. આચાર્ય સચિન વ્યાસ, શિક્ષક મોસમી શાહ, વિભૂતિ જોષીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્રણ શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ હતી. આત્મહત્યા માટે ફરજ પાડ્યાની ફરિયાદ નોંધાઈ હતી. આચાર્ય સહિત ત્રણ શિક્ષકો 17 દિવસથી ફરાર હોવાના પગલે તેમના આગોતરા જામીન પણ રદ થયા હતા.

લોધીકાના મોટાવાળા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપવામાં આવી હતી.

પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવારના સમયે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને વિદ્યાર્થી પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી, જે કબજે લઇ તેમાં મોબાઈલમાં વીડિયો હોવાનો પણ ઉલ્લેખ કરતા સ્યૂસાઈડ નોટ અને મોબાઈલ ફોન કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિંછિયામાં સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, ઝાડ પર લટકતો મળ્યો મૃતદેહ

આ પણ વાંચો: ઉપલેટાની BRS કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા

આ પણ વાંચો: કચ્છ/ છાત્રાલયમાં વિદ્યાર્થીનીનો ગળાફાંસો ખાઈ આપઘાત