Ahmedabad News/ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બોડેલીની દીકરી સવાર, પરિવાર ચિંતિત

દુર્ઘટના અગાઉ આજ દિવસે નેન્સી પ્લેનમાં લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર થઈ હતી. તેમણે ફ્લાઇટમાં 32F નંબરની સીટ લીધી હતી અને બોર્ડિંગ સમયે પોતાની સાથેનો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો.

Top Stories Gujarat

Ahmedabad News: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગંગાનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પટેલની પુત્રી નેન્સી પટેલ (ઉ.વ. 32) અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સપડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.વર્ષ 2018માં વડોદરા નિવાસી ચિત્રેશકુમાર સાથે લગ્ન થયેલા નેન્સી 2020માં પતિ સાથે ઇંગ્લેન્ડ ગઇ હતી અને હાલમાં હેરો સિટી (ઈંગ્લેન્ડ)માં પરિવાર સાથે વસવાટ કરે છે.

દુર્ઘટના અગાઉ આજ દિવસે નેન્સી પ્લેનમાં લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર થઈ હતી. તેમણે ફ્લાઇટમાં 32F નંબરની સીટ લીધી હતી અને બોર્ડિંગ સમયે પોતાની સાથેનો વીડિયો ફેસબુક પર શેર કર્યો હતો.તેમનું કોઈ સંપર્ક નહીં થતાં પરિવાર ચિંતામાં મૂકાયો છે. દુર્ઘટનાની જાણ થતાં જ તેમના માતા-પિતા તાત્કાલિક અમદાવાદ જવા રવાના થયા હતા

હાલમાં તે ઈંગ્લેન્ડ થી એક સપ્તાહ માટે પોતાની દીકરીને મૂકવા ભારત આવી હતી. દીકરીને મુક્યા બાદ લંડન પરત જઈ રહ્યા હતાં તે દરમિયાન અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં બોડેલી ની દીકરીનો પણ આ ઘટનામાં સમાવેશ થયેલો હોય સમગ્ર બોડેલી અને આસપાસના વિસ્તારમા દુઃખની લાગણી જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ