Ahmedabad News : ગુજરાતના અમદાવાદમાં આજે એક ભયાનક વિમાન દુર્ઘટના જોવા મળી. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જે બધાના આ અકસ્માતમાં મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે બાદમાં પ્લેન ક્રેશમાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. જેમાં તેનું નામ વિશ્વાસકુમાર રમેશ હોવાનું બહાર આવ્યું છે.
ગુરુવારે અમદાવાદ એરપોર્ટ નજીક ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી એક જ વ્યક્તિ બચી ગયો હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
