સુરેન્દ્રનગર,
પાટીદાર આરક્ષણ આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે લગ્ન કરી ચુક્યા છે. હાર્દિક પટેલ આજે (27 જાન્યુઆરી)એ કિંજલ સાથે લગ્ન તાંતણે બંધવા ગયા છે. તેઓના લગ્ન સુરેન્દ્રનગરના દિગસરમાં સંપૂર્ણ રિતી-રિવાજ સાથે લગ્ન થયા છે.
રવિવારે વહેલી સવારે હાર્દિક પટેલની જાન દિગસર ગામે પહોંચી હતી.દિગસરમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં હાર્દિક કિંજલ સાથે ફેરા ફર્યા છે.
માત્ર છ ગાડીઓ ના કાફલા સાથે હાર્દિક પટેલ પહોંચ્યો દિગસર ગામે પહોંચ્યો હતો.લગ્ન માટે બંને પરિવારના નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.આજે લગ્નની તમામ વિધિ વિરમગામમાં આવેલા હાર્દિકના ઘરે થઈ રહી છે. રવિવારે સવારે હાર્દિક તેમજ કિંજલ બંનેના પરિવારજનો દિગસર પહોંચશે. જ્યાં સવારે 10 વાગ્યાનું હસ્તમેળાપનું મુહૂર્ત હતું.
