Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશ : સ્વજનોની DNA ટેસ્ટ માટે લાઈન, ફોર્મ ભરી નોંધણી શરૂ, ત્રણ દિવસ પછી રિપોર્ટ મળશે

દર્દીની સારવારલક્ષી માહિતી મેળવવા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયા બાદ હવે મૃતેહોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સિવિલના કસોટી ભવનમાં DNA ટેસ્ટ માટે સ્વજનોની લાઇન લાગી છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયા બાદ ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે.

DNA ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ એકત્રિત કરાઈ રહ્યા છે, ત્રણ દિવસ પછી ટ્રોમા સેન્ટરમાંથી રિપોર્ટ મળશે. DNA ટેસ્ટ માટે મૃતકોના સગા કસોટી ભવન BJ મેડિકલ કોલેજ ખાતે હાજર છે. બીજીતરફ SGVP ગુરુકુલ અમદાવાદ દ્વારા રક્તદાની અપીલ કરવામાં આવી છે. DNA ટેસ્ટ માટે મૃતકોના સગાઓના નામની નોંધણી શરૂ કરવામાં આવી છે. દર્દીની સારવારલક્ષી માહિતી મેળવવા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો:

આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી હાલ સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા-પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે.

સગા-સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.

6357373831

6357373841

દરમિયાન વિજય રૂપાણીનો ભત્રીજો અનિમેશ અમદાવાદ સિવિલ પહોંચ્યો, અંજલિબેન રાતે ભારત આવવા રવાના થશે.રાજકોટ જિલ્લાનાં નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઇન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ તથા અમદાવાદ શહેર પોલીસ નંબર ૦૭૯-૨૫૬૨૦૩૫૯ જાહેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાના પગલે તાકીદનું રક્તદાન કરવા અપીલ
રક્તદાન કેન્દ્રો:

1. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર
રૂમ નં. ૧૧૦, પહેલો માળ, એ બ્લોક

સંપર્ક નંબર -૯૩૧૬૭૩૨૫૨૪

2. આઈએચબીટી વિભાગ, સિવિલ હોસ્પિટલ
બીજો માળ, ૧૨૦૦ બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ,

સંપર્ક નંબર- ૯૪૨૮૨૬૫૪૦૯

3. આઈકેડીઆરસી બ્લડ સેન્ટર
પહેલો માળ, આઈકેડીઆરસી હોસ્પિટલ, મંજુશ્રી મિલ રોડ, બાલિયા લીમડી
સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૭૫૦૦
એક્સ્ટ્રામેન્ટ નંબર- ૪૨૨૬

4. જીસીઆરઆઈ બ્લડ સેન્ટર
પહેલો માળ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૮૦૨૬
બીજે મેડિકલ તરફથી બ્લડ ડોનેશનના મેસેજ કરવામાં આવ્યા
આ વ્યક્તિઓનો સંપર્ક કરવા અપીલ

મિત :91733 06174
સાર્થક: 9687731017


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું, અમદાવાદ અકસ્માતના ભયાનક દ્રશ્યો જુઓ