Gujarat Foundation Day 2026:આજે ગુજરાતના સ્થાપના દિવસ (Gujarat Foundation Day)ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સુરત શહેરમાં યોજાઈ રહી છે. આ વર્ષે પ્રથમ વખત સુરતને આ રાજ્યસ્તરીય કાર્યક્રમનું આયોજન સોંપવામાં આવ્યું છે, જેને લઈને શહેરમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને તૈયારીઓ જોવા મળી રહી છે.
પોલીસ પરેડમાં વિવિધ પ્લાટુન, ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનોનો સમાવેશ થશે. ખાસ કરીને મહિલા પોલીસ જવાનો દ્વારા સાડી પહેરીને મોટરસાઈકલ પર દિલધડક સ્ટંટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કચ્છી પોશાકમાં તલવારબાજી, સાધુના વેશમાં સ્ટંટ જેવા આકર્ષક પ્રદર્શનો પણ જોવા મળશે.

ગુજરાત ગૌરવ દિવસ(Gujarat Foundation Day)ની સુરતમાં ભવ્ય ઉજવણી થશે
સાંજે લગભગ 5 વાગ્યે ઉજવણીની ભવ્ય શરૂઆત થવાની છે. કાર્યક્રમ વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાશે. આ સમગ્ર ઉજવણીમાં મુખ્ય આકર્ષણ તરીકે ગુજરાત પોલીસની ભવ્ય પરેડ યોજાશે, જે દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.

કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ હાજર રહેશે. આ ઉજવણીને ‘મિની વાઇબ્રન્ટ’ જેવી બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.ગુજરાત પોલીસે છેલ્લા કેટલાક દિવસથી વાય જંક્શન ખાતે પરેડના રિહર્સલ અને બાઈક સ્ટંટ્સની પ્રેક્ટિસ કરી છે. સુરત જિલ્લા વહીવટી તંત્રએ શહેરવાસીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા અપીલ કરી છે.આ ઉજવણી ગુજરાતના સમૃદ્ધ વારસા, સંસ્કૃતિ અને પોલીસ દળના શૌર્યને પ્રતિબિંબિત કરશે. ‘જય જય ગરવી ગુજરાત’ના નારા સાથે સુરતીઓ આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા તૈયાર છે.
આ પણ વાંચો:જય જય ગરવી ગુજરાત…’ગુજરાત સ્થાપના-ગૌરવ દિવસ’ના ઇતિહાસ અને મહત્વ અંગે જાણો…
આ પણ વાંચો:ગુજરાત રાજ્યનો આજે 65 મો સ્થાપના દિવસ, અગાઉ ‘પશ્ચિમ ભારતનું રત્ન’ તરીકે ઓળખાતું હતું રાજ્ય
આ પણ વાંચો:ગુજરાત ગૌરવ દિવસ : ૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી
