Surta news/ સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટ, પ્રદૂષણ માટે કમિશનરે કોન્ટ્રાક્ટર પર ફટકાર્યો ₹5 લાખનો દંડ

સુરત ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં ધૂળ અને નિયમોનું ઉલ્લંઘન, મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટર એન.પી. ડોબરિયાને ₹5 લાખનો દંડ ફટકાર્યો.

Top Stories Gujarat Surat Breaking News
ડુમસ સી ફેસ પ્રોજેક્ટ

Surta News: સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. બાંધકામ દરમિયાન, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે સ્થળ પરથી નીકળતા ટ્રકો દ્વારા ધૂળ ઉડતી જોઈ હતી.આ વાયુ પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમણે ટ્રક ડ્રાઇવરો સામે દંડાત્મક પગલાં લીધાં હતા.આ દરમિયાન બાંધકામ હેઠળની ઇમારતમાં ગ્રીન નેટનો અભાવ હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી 

વાયુ પ્રદૂષણ (Air pollution) અટકાવવા માટે જરૂરી પગલાંનો અભાવ ધ્યાનમાં આવતા, તેમણે એન.પી. ડોબરિયા પર બેદરકારી બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સુરતમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, અને જાન્યુઆરીના અંત સુધીમાં તે 100 ટકા પૂર્ણ થવાની અપેક્ષા છે. તેથી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે (SMC Commissioner) પણ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળતાં જ તેમણે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી હતી.

સુરત મ્યુનિસિપલ કમિશનરે ડુમસ સી ફેસ પ્રોજેક્ટ પર ₹5 લાખનો દંડ ફટકાર્યો છે. ડુમસ સી ફેસ પ્રોજેક્ટ હાલમાં બાંધકામ હેઠળ છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાંથી પસાર થતી વખતે ધૂળ ઉડાવતા ટ્રકોને દંડ ફટકાર્યો હતો. પ્રદૂષણ અને નિયમોના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર એન.પી. ડોબરિયાને દંડ ફટકારવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસ વાહનના નિયમોનો ભંગ કરનારા સામે બની વધુ આકરી!

આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે

આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી