Today Special: આજે 1 મે 2026ના રોજ ગુજરાત સ્થાપના દિવસ મનાવશે…આ દિવસે ગુજરાતને બૉમ્બે સ્ટેટ થી અલગ કરવામાં આવ્યું હતુ. આ વિશેષ પર્વનો આનંદ મનાવવા માટે પ્રતિ વર્ષ 1 મેના રોજ ‘ગુજરાત સ્થાપના દિવસ’ (Gujarat Foundation Day 2026, 1 May) મનાવવામાં આવે છે.

‘ગુજરાત સ્થાપના દિવસ’ (Gujarat Foundation Day 2026)નો ઇતિહાસ
બ્રિટિશ શાસન (British Rule) દરમિયાન, ભારતમાં કેટલીયે ભાષાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યને એકીકૃત કરીને પ્રાંત બનાવવામાં આવ્યા હતા. પરંતુ, આઝાદી (Freedom) પછી ભારતને ભાષાકીય આધારે રાજ્યોમાં વિભાજીત કરવાની માગણી ઉઠવા લોગી ત્યારે સંયુક્ત ‘મહારાષ્ટ્ર આંદોલન’ અને ‘મહાગુજરાત આંદોલન’ જેવા જન આંદોલનોએ આ દિશામાં એક નવીન ચેતનાનો સંચાર કર્યો હતો.
આ આંદોલનોના પરિણામે ત્યારના બૉમ્બે સ્ટેટને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા….જે પૈકી એક હતું મહારાષ્ટ્ર જ્યાંની મુખ્ય ભાષા મરાઠી છે…અને બીજું હતુ મુખ્યત્વે ગુજરાતી ભાષા બોલતું રાજ્ય ગુજરાત! સ્વાભિમાન, સંસ્કૃતિ અને પ્રગતિના માર્ગ પર ગુજરાતનું આ પ્રથમ પગલું હતુ.

આ વિશેષ દિવસ દેશના પશ્ચિમ તટે સ્થિત રાજ્ય ગુજરાતની સ્થાપનાના ગૌરવ સમાન છે અને બૉમ્બે પુનર્ગઠન અધિનિયમ બાદ, 1 મે, 1060 ના રોજ એને બોમ્બે સ્ટેટ (Bombay State, આજના મહારાષ્ટ્ર રાજ્ય)થી અલગ કરવામાં આવ્યું હતુ.
આ ખાસ દિવસનો ઇતિહાસ જોઇએ તો, આ ફક્ત ઉત્સવ જ નથી પણ સંસ્કૃતિ (Culture), સમૃદ્ધ વારસો અને વર્ષોની ઉપલબ્ધિઓનો એક જલસો છે! આ દિવસ આપણને એક ગુજરાતી તરીકે ગૌરવની અનુભૂતિ કરાવે છે કે ગુજરાતનું યોગદાન ભારતની સાંસ્કૃતિક ધરોહરમાં કેટલું વિશેષ છે! ભાષાકીય આધારે મરાઠી અને ગુજરાતી ભાષી લોકોએ પોત-પોતાના અલગ-અલગ રાજ્યોની માગણી કર્યા બાદ, આ દિવસે ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી.
ગુજરાતની ઉત્તર-પશ્ચિમ બોર્ડરે પાકિસ્તાન, ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ, દમણ, દાદરા અને નગર હવેલી સ્થિત છે. આ ઉપરાંત ગુજરાતને વિશાળ દરિયાકિનારો (Sea Shore) પણ છે અને આ અરબી સમુદ્રથી ઘેરાયેલું રાજ્ય છે.

શી રીતે ઉજવાય છે ગુજરાત સ્થાપના દિવસ?
આ વિશેષ દિવસે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં ભવ્ય સમારંભોનું આયોજન કરવામાં આવે છે.
આ ઉત્સવમાં રાજ્યની કળા, શિલ્પ અને વ્યંજનોને દર્શાવતા પ્રદર્શનો અને મેળાનું આયોજન પણ થાય છે. લોક નૃત્યો, પારંપરિક સંગીત અને સરઘસો પણ કાઢવામાં આવે છે અને સ્થાપના દિવસને મનાવવામાં આવે છે.
વર્ષ 2026માં ગુજરાત રાજ્યનો 66 મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

ગુજરાત- વેપાર, સંસ્કૃતિ અને વિકાસની યાત્રા
ગુજરાતને મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિંની ધરતીમાં શૌર્ય તથા સમર્પણ એ બંને ગુણોની ઝલક જોવા મળે છે. ગુજરાતી ભાષા, રાસ-ગરબા અને કચ્છનું રણ, ગીરના વનરાજો, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આ સર્વ મળીને ગુજરાતની એક આગવી ઓળખ બનાવે છે.
આ દિવસને ‘ગુજરાત ગૌરવ દિન’ તરીકે પણ સંબોધવામાં આવે છે. આજે ગુજરાત રાજ્યનો વિકાસ જોતાં અને પ્રવાસન તથા વેપારના ક્ષેત્રે એની દેશના વિકાસમાં અગ્રણી ભૂમિકા જોતાં આ દિવસનું મહત્વ અધિક બની જાય છે.
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો:
આ પણ વાંચો: કલ્પના, સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે પુસ્તક…આજે 23 એપ્રિલ…’વર્લ્ડ બુક ડે’..!
