આપઘાત/ સુરતના ખોલવડમાં સગીરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અજાણ્યા બાવાનો ઉલ્લેખ

સગીરે લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.  દોઢ વર્ષ પહેલાં સગીરની માતા-પિતાને છૂટાછેડા આપી બાવા સાથે ચાલી ગઈ હતી.

Gujarat Surat
સુસાઇડ
  • સુરતના ખોલવડમાં સગીરે કરી આત્મહત્યા
  • 13 વર્ષીય પાર્થ નામના સગીરે કરી આત્મહત્યા
  • પોલીસને મૃતદેહ પાસેથી મળી સુસાઇટ નોટ
  • સુસાઇટ નોટમાં અજાણ્યા બાવાનો ઉલ્લેખ
  • સગીરને ધમકાવવામાં આવતો હોવાનો ઉલ્લેખ

સુરતના ખોલવડમાં એક સગીરે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. 13 વર્ષીય પાર્થ નામના સગીરે  આત્મહત્યા કરી છે. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇટ નોટ પણ મળી આવી છે. સુસાઇટ નોટમાં સગીરે એક અજાણ્યા બાવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સગીરને ધમકાવવામાં આવતો હોવાનુ જાણવા મળ્યુ છે. પાર્થને એમ કહીને ધમકાવવામાં આવતો હતો કે તારે માતાને મળવું હોઈ તો તારા પપ્પાને કે મને કાંઈના કરે.

સગીરે લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.  દોઢ વર્ષ પહેલાં સગીરની માતા-પિતાને છૂટાછેડા આપી બાવા સાથે ચાલી ગઈ હતી. આપઘાત કરનાર સગીરની સુસાઇડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી. પોતાની માતાને મળવા માટેનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. માતાને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાંઈ ના કરે. હાલ પોલીસ આ બાવો કોણ છે અને કયા છે એની તપાસ કરી રહી છે. ABP અસ્મિતાએ મૃતક બાળકના પિતા સાથે વાતચીત કરી હતી, જેમાં સમગ્ર ઘટના કઈ રીતે ઘટી તે જણાવ્યું હતું.

બાવો ઉર્ફે ઘનશ્યામ બોરડ મૃતક બાળકને મળી ધમકી આપતો હોવાનો પિતાનો આરોપ છે. મૃતકની માતાએ છૂટાછેડા લઈ સાધ્વી જીવન જીવવા નીકળી હતી. મૃતકની માતા બાવાના સંપર્કમાં આવી હતી. મૃતકની માતા ક્યાં છે તે બાવો ઘનશ્યામ જાણતો હશે. એટલે બાવાએ મૃતક બાળકને કહ્યું હશે કે માતા ને મળવું હોય તો પિતાને કહે કે મને કાઈ ન કરે તે મેળવી દેશે. બાળકે પણ સ્યુસાઇડ નોટ માં આજ ઉલ્લેખ કર્યો છે.

આ મામલે પાર્થના પિતાએ નરસિંહ વહાંણકાએ કહ્યુ કે, હું કામથી બહાર ગયો હતો એટલે મને પાર્થ વિશે ખબર ન પડી. 20 વર્ષ સુધી અમારો પતિપત્નીનો સંસાર ચાલ્યો હતો. ત્યાર બાદ અમે છુટાછેડા લીધા હતા. ઘનશ્યામ ભાઈને પાર્થ બાવો કહેતો હતો. આ બાવાએ પાર્થને ધાકધમકી આપી હોઈ શકે છે. પાર્થ એની મમ્મીને મળવા માટે વારંવાર કહેતો હતો. મેં પાર્થને સમજાવ્યો હતો. એ ઘરે એકલો રહેતો હતો. તેથી મને ખબર ન પડી. મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહેજે કે, મને કઈ નંઈ કરે તેવી વાત પાર્થે કરી હતી.

માતાના વિરહમાં 13 વર્ષીય બાળકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. મૃતક બાળક રાત્રે ઉઠી એક જ વાત કરતો માતાની યાદ આવે છે, માતાને મળવું છે. 13 વર્ષીય પાર્થ નામના સગીરે આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી પોલીસને સગીરના હાથે લખેલી સુસાઇડ નોટ મળી છે. સુસાઇડ નોટમાં સગીર દ્વારા કોઈ બાવાનો કરવામાં આવ્યો ઉલ્લેખ. પોતાની માતાને મળવા માટેનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી . હાલ પોલીસ આ બાવો કોણ છે અને ક્યાં છે એની કરી રહી છે તપાસ. સગીરની આત્મહત્યામાં બાવાની શુ ભૂમિકા તપાસનો વિષય.

આ પણ વાંચો :સુરતના તળાવમાં ડૂબેલા 2 તરુણોના 10 કલાક બાદ મળ્યા મૃતદેહ

આ પણ વાંચો :મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા, જાણો કેવી રીતે ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો :પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક

આ પણ વાંચો :ગુજરાતમાં કોલસાનું મસમોટું કૌભાંડ આવ્યું બહાર?,60 લાખ ટન કોલસો રસ્તામાંથી જ ગાયબ!