Today Special/ પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…

કાર્ય સ્થળે અકસ્માતો અને બીમારીઓને અટકાવવાના હેતુથી World Day for Safety and Health at Work 2026 મનાવવાનું શરુ થયું હતુ…શ્રમિકોના મનોસામાજીક…

Trending Lifestyle
World Day for Safety and Health at Work 2026, શ્રમિક, અધિકાર, ILO, UN

Today Special: આજે 28 એપ્રિલના રોજ વિશ્વભરમાં કામકાજના સ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગેની જાગૃતિનો આંતરરાષ્ટ્રીય દિવસ ‘વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’ (World Day for Safety and Health at Work 2026, 28 April) મનાવવામાં આવે છે.

આ વિશેષ દિવસનો મૂળ ઉદ્દેશ્ય કાર્યસ્થળ પર દુર્ઘટનાઓ અને બીમારીઓને અટકાવવા અંગે સૌ કોઇમાં જાગૃતિ વર્ધન કરવાનો છે.

World Day for Safety and Health at Work 2026, શ્રમિક, અધિકાર, ILO, UN

વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’નો ઇતિહાસ (History)

વર્ષ 2003માં ILO દ્વારા કાર્ય સ્થળે અકસ્માતો અને બીમારીઓને અટકાવવાના હેતુથી ”વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’ મનાવવાનું શરુ થયું હતુ. આ ઉત્સવ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સંબંધી વૈશ્વિક રણનીતિનું એક અભિન્ન અંગ છે.

28 એપ્રિલને એવા દિવંગત અને ઘાયલ શ્રમિકો માટે એક આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસના રુપમાં પણ મનાવવામાં આવે છે જેનું આયોજન વર્ષ 1996થી વૈશ્વિક સ્તરે ટ્રેડ યૂનિયન આંદોલન દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.

ILO દ્વારા કાર્યસ્થળ પર મૌલિક સિદ્ધાંતો અને અધિકારો અંગેનું ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું હતુ જેને વર્ષ 1998માં અપનાવવામાં આવ્યું હતુ અને વર્ષ 2022માં એનું સંશોધન કરવામાં આવ્યું હતુ.

‘આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન’ (ILO) શું છે?

સંયુક્ત રાષ્ટ્ર (UN)ની કાર્યસ્થળ સંબંધી એજન્સી એવું ‘આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન’ (International Labor Organization, ILO) છે જે કાર્યસ્થળ પર શ્રમિકોના અધિકારો આપે છે અને સન્માનજનક રોજગારના અવસરો માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આ સંસ્થા સામાજીક સુરક્ષાને મજબૂતી પ્રદાન કરે છે અને કાર્યસંબંધી મુદ્દાઓ પરના સંવાદને સુદ્રઢ બનાવે છે.

ILO દ્વારા કાર્યસ્થળ પર મૌલિક સિદ્ધાંતો અને અધિકારો અંગેનું ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું હતુ જેને વર્ષ 1998માં અપનાવવામાં આવ્યું હતુ અને વર્ષ 2022માં એનું સંશોધન કરવામાં આવ્યું હતુ.

World Day for Safety and Health at Work 2026, શ્રમિક, અધિકાર, ILO, UN

World Day for Safety and Health at Work 2026 નું થીમ

આ ખાસ દિવસનું વર્ષ 2026નું મુખ્ય ધ્યેય (Theme) છે…

‘Psychosocial Working Environment’

અર્થાત્

‘સ્વસ્થ મનોસામાજીક કાર્ય વાતાવરણ’

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (International Labor Organization, ILO) દ્વારા આ થીમ આપીને આ ખાસ દિવસને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એમ બંને વિશે લોકોને જાગૃત કરવા સાથે સાંકળવામાં આવ્યો છે.

આને વિસ્તારથી જોઇએ તો, કામકાજના સ્થળો પર મનોસામાજીક જોખમોને ઓછા કરીને એક સુરક્ષિત, સ્વસ્થ અને સકારાત્મક માનસિક વાતાવરણ તૈયાર કરવાનો છે.

World Day for Safety and Health at Work 2026, શ્રમિક, અધિકાર, ILO, UN

આ વર્ષનું વિશેષ લક્ષ્ય

જ્યારે પણ મનોસામાજીક કારકો જેવા કે, કાર્યભાર, કાર્યસમય, કામની ભૂમિકાની સ્પષ્ટતા, સ્વાયત્તતા, સહયોગ અને નિષ્પક્ષ પારદર્શી પ્રક્રિયા આ તમામ શ્રમિકો અને કર્મચારીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યપ્રદર્શન પર સીધી અસર કરે છે. આથી જ આ દિવસે ILO દ્વારા વર્ષ 2026માં એક પાવર પોઇન્ટ પ્રસ્તુતિ સહિતનું અભિયાન તૈયાર કરાયું છે જેમાં સંગઠનાત્મક અને દુર્ઘટનાઓને રોકવાના દ્રષ્ટિકોણને લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં 3 સ્તરે મનોસામાજીક કારકોની તપાસ કરવામાં આવેલી છે.

1. કાર્યસ્થળ

2. કાર્યને નિયંત્રિત કરનારી નીતિઓ, પ્રથાઓ અને પ્રક્રિયાઓ

3. કાર્યસ્થળ પર પ્રબંધન અને સંગઠન

World Day for Safety and Health at Work 2026, શ્રમિક, અધિકાર, ILO, UN

‘વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’નું મહત્વ

કામના સ્થળોએ દુર્ઘટનાઓ (Accidents)ની ટકાવારી ઘણી ઊંચી છે અને એ લગભગ 19% જેટલી છે એને ઓછી કરવા માટે એક વ્યાપક વ્યૂહરચનાની આવશ્યકતા પર આ દિવસે ભાર મૂકવામાં આવે છે.

દિવસ આપણને યાદ કરાવે છે કે, કાર્યસ્થળે થનારા માનવ મૃત્યુ અને ઇજા થતી રોકવાની જવાબદારી આપણા સૌની છે. શ્રમિકો (Labors)ને રોજગારને લાયક સ્વસ્થ અને તણાવરહિત રહે અને ઉદ્યોગોના વિકાસ માટેના આ આવશ્યક માળખાને કાનૂની સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે. શ્રમિકોના નિયુક્તકર્તાઓની એ જવાબદારી છે કે કાર્યસ્થલનું વાતાવરણ સુરક્ષિત અને સ્વસ્થ હોય. એ ઉપરાંત, શ્રમિકો અને કર્મચારીઓના રુપમાં સૌની જવાબદારી છે કે તેઓ સુરક્ષિત રીતે કામ કરે, અન્યોના માટે કાર્યસ્થળે જોખમ ઊભું ન કરે અને પોતાના અધિકારોને પણ જાણે તથા જોખમ નિવારણના ઉપાયોને કાર્યાન્વિત બનાવવામાં ભાગ લે!

World Day for Safety and Health at Work 2026, શ્રમિક, અધિકાર, ILO, UNઅંતે નિષ્કર્ષ એ છે કે, આ વિશેષ દિવસ દુનિયાભરની સરકારો, નિયુક્તા તથા શ્રમિક સંગઠનો દ્વારા પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમાન છે.


આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…

આ પણ વાંચો: 

આ પણ વાંચો: કલ્પના, સંવાદ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે પુસ્તક…આજે 23 એપ્રિલ…’વર્લ્ડ બુક ડે’..!